• શાળાઓની મનમાનીને લઈને શિક્ષણવિભાગે પ્રવાસના નિયમોમાં ફેરફાર કર્યા: નવી ગાઈડલાઈન મુજબ જો નિયમનું ઉલ્લંઘન કરાશે તો, શાળાની એનઓસી રદ કરવા સુધીની કાર્યવાહી થાય તેવી જોગવાઈની શક્યતા

થોડા મહિનાઓ પહેલા રાજકોટમાં થયેલ અગ્નિકાંડને લઇ સરકાર દ્વારા શાળાઓના પ્રવાસ પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ રાજ્યની ઘણી શાળાઓ દ્વારા સરકારના આ નિર્ણયનું ઉલ્લંઘન કરીને પ્રવાસ ગોઠવવામાં આવ્યા હતા. ત્યારે શાળાઓની મનમાનીના કારણે શિક્ષણ વિભાગે પ્રવાસના નિયમોમાં ફેરફાર કર્યા છે. શાળાઓમાં થતા પ્રવાસ આયોજનને લઈને ટૂંક સમયમાં નવા નિયમો સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે. કારણ કે શિક્ષણવિભાગે નવી ગાઈડલાઈન તૈયાર કરી દીધી છે. ઉપરાંત શિક્ષણવિભાગે તૈયાર કરેલી નવી ગાઈડલાઈન રાજ્ય સરકારને સોંપી દેવાઈ છે. ત્યારે રાજ્ય સરકાર આ નિયમોનો અભ્યાસ કરીને આગામી ત્રણ દિવસમાં નવા નિયમો સાથે પ્રવાસ માટેના નવા નિયમોને જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. મહત્વનું છે કે વડોદરામાં હરણીબોટકાંડ પછી રાજ્યની સ્કૂલોમાં પ્રવાસ આયોજન પર પ્રતિબંધન મુકવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન અનેક શાળાઓએ નિયમોનું અનાદર કરીને પ્રવાસ ગોઠવ્યા હતા. શાળાઓની મનમાનીને લઈને શિક્ષણવિભાગે પ્રવાસના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવી ગાઈડલાઈન મુજબ જો નિયમનું ઉલ્લંઘન કરાશે તો, શાળાની એનઓસી રદ કરવા સુધીની કાર્યવાહી થાય તેવી જોગવાઈ હોવાની ચર્ચા જોવા મળી હતી.વડોદરા હરણી બોટકાંડમાં અનેક માસૂમ બાળકોના મોત થયા હતા. આ બનાવ બાદ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થિઓને પ્રવાસ લઇ જવા પર રોક લગાવી દીધી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસ લઇ જવા માટેની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી હતી. જેના કારણે અત્યાર સુધી એકપણ સ્કૂલને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવામાં આવી નહોતી. શિક્ષણ વિભાગે નવી ગાઈડલાઈન સરકારને સોંપી છે. જે સરકાર દ્વારા આગામી ત્રણ દિવસમાં જાહેર કરવામાં આવી શકે છે.

બોપલની શિવઆશિષ સ્કૂલે પ્રવાસનું આયોજન કરતા ડીઈઓએ નોટિસ ફટકારી

મણિનગરની સેવન્થ ડે સ્કૂલ બાદ હવે બોપલની શિવ આશિષ સ્કૂલ દ્વારા 145 વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રનો પ્રવાસ કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે. જેમાં સ્કૂલની સામે દંડની કાર્યવાહી અને માન્યતા રદ સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે. બોપલની શિવ આશિષ સ્કૂલ દ્વારા 16થી 18 ઓક્ટોબર દરમિયાન 145 વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રના લોનાવાલા અને ઈમેજિકા ખાતે પ્રવાસે લઈ જવાયા હતા. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. જેથી જ્યાં સુધી નવી માર્ગદર્શિકા તૈયાર ન થાય ત્યાં સુધી પ્રવાસનું આયોજન ન કરવા માટે સૂચના આપી હોવા છતાં સ્કૂલ દ્વારા પ્રવાસનું આયોજન મંજૂરી વગર કરાયું હોવાથી ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કૃપા જ્હાએ સ્કૂલને નોટિસ ફટકારી છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.