નાણાં મંત્રી જેટલીએ ૭ દિવસમાં રિફંડનો વાયદો કરી કોણીએ ગોળ ચોંટાડયો !
જીએસટી અમલ બાદ ભારત સરકારને હજારો કરોડોનું વિદેશી હૂંડીયમણ રડી આપતા સિરામિક મર્ચન્ટ એક્સપોર્ટરોની હાલત અત્યન્ત કફોડી બની છે ભારત સરકારે ૭ દિવસમાં રિફંડ આપવાની જાહેરાત કરી આજદિન સુધી રિફંડ ન આપતા એક્સપોર્ટરોના ૪૦૦ કરોડ ફસાયા છે.
ઇન્ડિયન સિરામિક એક્સપોર્ટર એસોસિએશનની મોરબી ખાતે મળેલી બેઠકમાં પ્રમુખ ઈશ્વર પટેલ, ઉપેન નાગર, ભાવેશ દસાડીયા અને રજનીકાંત પડસુંબિયા સહિતના આગેવાનોએ જણવાયું હતું કે સરકાર દ્વારા ૭ દિવસમાં રિફંડ આપવાનો વાયદો કર્યો હતો પરન્તુ આ વાયદો સાવ પોકળ સાબિત થયો છે.જીએસટીના અમલ વખતે એક્સપોર્ટના રિફંડ માટે કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન ન હતી અને સરકાર દ્વારા વાયદો કરાયો હતો કે જીએસટીના અમલ બાદ બે ત્રણ મહિના સુધી નાની મોટી ભૂલના કારણે એક્સપોર્ટરોના રિફંડ રોકવામાં નહિ આવે.
પરંતુ જીએસટી અમલ થતા જ સરકાર પોતે કરેલો વાયદો ભૂલી ગઈ છે.હોવી રિફંડ પ્રોસેસ કરતી વખતે ઇનવોઇસ નંબર, શિપિંગ બિલ નંબર મિસમેચ છે જેવા નાના-નાના કારણો સર રિફંડ અટકાવવામાં આવી રહ્યા છે.આશ્ચર્ય તો એ વાત નું છે કે જે વિગતમાં મિસમેચની કવેરી કાઢવામાં આવે છે તે સુધારો કરવા માટે કોઈ સિસ્ટમ જ નથી.અને શિપિંગ કંપનીઓની ભૂલને કારણે મર્ચન્ટ એક્સપોર્ટરોના રિફંડ અટક્યા છે.
વધુમાં સપ્ટેમ્બર માસમાં અરુણ જેટલીએ કહ્યું હતું કે એક્સપોર્ટરોને ૧૦ દિવસમાં રિફંડ મળવાનું શરૂ થઈ જશે પરંતુ આ વાત ને આજે બબ્બે માસનો સમયગાળો વીતવા છતાં હજુ સુધી કોઈને રિફંડ મળ્યા નથી જેથી એક્સપોર્ટરો પોતાના ધંધા રોજગાર બંધ રાખી રિફંડ મળવાની રાહ જોઈ ને બેઠા છે. જો કે એક્સપોર્ટરોના રિફંડ અટકતા ૨૪ નવેમ્બરના રોજ મોરબી ખાતે ઇન્ડિયન સીરામીક એક્સપોર્ટ એસોસિએશનની મિટિંગ મળી હતી જેમાં દેશભરમાંથી ૧૦૦ જેટલા સભ્યો હાજ રહ્યા હતા અને રિફંડ મામલે ચર્ચા વિચારણા કરી હતી અને આગામી સમયમાં સરકારમાં ઉચ્ચસ્તરે રજુઆત કરવા માટે નક્કી કરાયું હતું