એક કરોડ મકાનનું લક્ષ્યાંક પુરૂકરવા સરકાર ખાનગી બિલ્ડરોનો સક્રિય સાથ લેશે
લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા સરકાર એફોડેબલ હાઉસીંગ પ્રોજેકટને વેગવંતો રાખવા તમામ પ્રયાસો કરી રહી છે. જેના અનુસંધાને હવે સરકારે ખાનગી બિલ્ડરોનો સક્રિય સાથે લેવાની તૈયારી શરૂ કરી છે. ટૂંક સમયમાં સરકારી જમીનોની જેમ ખાનગી જમીનોમાં પણ પીપીપી યોજના અમલમાં લવાય તેવી શકયતા છે.
ખાનગી જમીનોમાં પીપીપી યોજના અમલ લવાશે તો શહેરોનાં ઝુપડપટ્ટીના પ્રશ્ર્નનો ઉકેલ થશે ઉપરાંત જ‚રીયાતમંદોને સરળતાથી મકાન મળી રહેશે હાલ તો આ યોજના સરકાર જમીનો પૂરતી જ સિમિત છે. અલબત ૨૦૧૭-૧૮ના બજેટમાં સરકારે એફોડેબલ હાઉસીંગને ઈન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો આપતા ખાનગી બિલ્ડરોએ પણ રસ બતાવ્યો છે.
એફોર્ડેબલ હાઉસીંગમાં ખાનગી બિલ્ડરો સક્રિય ભાગ ભજવી શકે તે માટે સરકારે પોલીસીમાં પારદર્શકતા લાવવાનું નકકી કર્યું છે. ખાનગી જમીન ઉપર એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ હશે તો સરકાર ઈન્ટ્રેસ્ટ સબસીડી આપે તેવી શકયતા પણ છે.
સરકારી જમીન આધારીત સબસીડાઈઝ હાઉસીંગની દરખાસ્ત થઈ છે. જેના હેઠળ ખાનગી ડેવલપર્સને લાંબા સમયની લીઝ ઉપર જમીન ફાળવાશે બિલ્ડીંગની ડીઝાઈન, ફાઈનાન્સની જવાબદારી ખાનગી ડેવલપર્સની રહેશે આ ઉપરાંત મીકસ ડેવલપમેન્ટ ક્રોસ સબસીડાઈઝ હાઉસીંગની દરખાસ્ત પણ થઈ છે. જેના હેઠળ ખાનગી ડેવલપર્સને સરકાર તરફથી પેમેન્ટ નહી મળે ડેવલપર મકાન પોતાની રીતે વેચી શકશે.
ખાનગી બિલ્ડરોના સહકારથી સરકારને હાઉસીંગ ફોર ઓલનુ લક્ષ્યાંક પૂ‚ કરવા સરળતા રહેશે અગાઉ પણ આ પ્રોજેકટમાં ખાનગી ડેવલપર્સને સામેલ કરવાની દરખાસ્ત થઈ હતી પરંતુ સરકારની બેડોળ પોલીસીના કારણે બિલ્ડરોએ રસ દાખવ્યો નહતો અલબત હવે સરકાર પોલીસી સુધારવાની તૈયારી કરી રહી છે.
એફોર્ડેબલ હાઉસિંગ માટે સરકાર ખાનગી ડેવલોપર્સને લોંગ લીઝ પર જમીન ફાળવશે: ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળ્યા બાદ બિલ્ડરોને પ્રોજેક્ટમાં રસ વઘ્યો