હાર્દિક પટેલ ‘વંડી’ પર બેઠો છે, હવે જીજ્ઞેશનું ટ્રમ્પ કાર્ડ ખેલી કોંગ્રેસ દલીત સમાજના મતો લણશે
આસામાની જેલમાં નવ નવ દિવસ સુધી કારાવાસ ભોગવી ચૂકેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આવતીકાલે ગુજરાતમાં આગમન થઇ રહ્યું છે. (સુરમુખત્યાર શાહ) અને આપખૂદ શાહી સામે લડેલા મેવાણી પાસેથી તેતા સંઘર્ષની આપવતી સાંભળવા માટે કોંગ્રેસ દ્વારા આવતીકાલે સાંજે અમદાવાદમાં સત્યમ મેય જયતે જન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કારવાસ વેઠી પરત ફરી રહેલા જીજ્ઞેશનો ગુજરાત પ્રવેશ રાજયમાં રાજકીય ધમાસાણ મચાવશે તે ફાઇનલ મનાઇ રહ્યું છે.
જીજ્ઞેશ મેવાણી એક સ્માર્ટ અને યુવા નેતા છે તે હંમેશા વિચારીને કોઇપણ કામ કરે છે. કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ તેની પરિપકવતા વધી છે. તાજેતરમાં એક કેસમાં આસામ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી નવ નવ દિવસ જેલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા તેઓને જામીન મળી ચૂકયા છે. આવતીકાલે મંગળવારે બપોરે 4.30 કલાકે તેઓનું ગુજરાતમાં આગમન થશે તેઓ સૌ પ્રથમ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે અને ત્યારબાદ વાડજમાં જાહેરસભા સંબોધશે.
હાર્દિક નામનો સિકકો કોંગ્રેસમાં ધાર્યા મુજબ ચાલ્યો નહી હાર્દિક હવે વંડી પર બેઠો છે ગમે ત્યારે ભાજપ કે અન્ય કોઇ રાજકીય પાર્ટીમાં જોડાય જાય તેવી સંભાવના ઉભી છે. આવામાં ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં કોગ્ંરેસ પોતાની પરંપરાગત દલીત વોટ બેંકને વધુ મજબુત કરવા માટે જીજ્ઞેશ મેવાણીનો ઉપયોગ ટ્રમ્પ કાર્ડ તરીકે કરવા માંગે છે આસામ પોલીસે જીજ્ઞેશને નવ નવ દિવસ જેલમાં પુરી રાખતા કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ મળી ગયો છે.
આવતીકાલે જીજ્ઞેશ મેવાણીનું ગુજરાતમાં આગામન રાજકીય ધમાસણ મચાવે તે વાત ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો જીજ્ઞેશ બની જાય તો પણ નવાઇ નહી.
ગુજરાત વિધાનસભાની અંતાણી ચુંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ વધુ મજબુતાય સાથે ઉતરવા માંગે છે. હાર્દિક હવે લોકપ્રિયતા ગુમાવી રહ્યો છે. ત્યારે જીજ્ઞેશ મેવાણીને વધુ તાકાતવાર બનાવી મેદાનમાં ઉતારશે.
કૈલાસ વિજય વર્ગીય અને હાર્દિક પટેલ વચ્ચે બેઠક થવાની ચર્ચા
ભાજપના કદાવર નેતા કૈલાસ વિજય વર્ગીય અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ વચ્ચે તાજેતરમાં વિરમગામ નજીક એક ધાર્મીક સ્થળે સુચક બેઠક થયાનું ચર્ચાય રહ્યું છે. હાર્દિક છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. અનેકવાર પોતાની નારાજગી પણ વ્યકત કરી ચૂકયા છે. તેઓની ભાજપ તરફથી નજીદીકતા સતત વધુ રહી છે. આવામાં તે ગમે ત્યારે કેસરિયા કરે તેવી સંભાવના પણ વધી રહી છે. હાર્દિક પોતાનું નવુ રાજકીય એપી સેન્ટર એમપી બનાવી રહ્યાની વાતો પણ ચર્ચામાં છે. તેનો તાજેતરમાં એમપીમાં કુભી નામના ધાર્મીક સ્થળની મુલાકાત લીધી હતી. જે પણ ઘણી સુચક મનાય રહી છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવા કડાકા ભડાકા થશે.