રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી૩૬ ઉપવાસ,૩૨ ઉપવાસ ૧૦ સિધ્ધિતપ, ૫૧ ધર્મચક્ર તપ અને ૨૫થી વધારે માસક્ષમણ તપ, ૨૫૪ અઠ્ઠાઈ સાથે અનેક નાની – મોટી તપશ્ચર્યાઓ
રાજકોટના શ્રીરોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ. પોષધશાળા-ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે ગુજરાત રત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, તથા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્ની નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ૭૫ સંત-સતીજીઓના સાંનિધ્યે વ્યતીત થઇ રહેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ રાજકોટના ઇતિહાસમાં સાધના – આરાધનાનું એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરી જઈ રહયાં છે.
ત્યારે ૬૭૫થી વધારે તપસ્વી આરાધકો જાણે સોનામાં સુગંધ ભેળવી રહયાં છે. તપશ્ચર્યાના યજ્ઞનો પ્રારંભ થયો પૂજ્ય સંયમી આત્માઓના માસક્ષમણની આરાધનાથી. રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનારા પૂજ્ય શ્રી પરમ વિરક્તાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ આમન્યાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ અર્પિતાજીમહાસતીજી,પૂજ્ય શ્રી પરમ વિભૂતિજી મહાસતીજીની પરિપૂર્ણ થએલી માસક્ષમણ તપની ઉગ્ર આરાધનાની સકલ સંઘ દ્વારા ભૂરી ભૂરી અનુમોદના કરવામાં આવી હતી.
આ સાથેજ પર્વાધિરાજની પૂર્ણતાએ પૂજ્ય કલ્પનાબાઈ મહાસતીજી, પૂજ્ય નમ્રતાબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી ભવિતાબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી સ્મિતાબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સમાધિજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ અનન્યાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ પ્રતિષ્ઠાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ કૃપાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સન્મિત્રાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સાનિધ્યાજી મહાસતીજી, નવદીક્ષીતા પૂજ્ય શ્રી પરમ જિનવરાજી મહાસતીજી, નવદીક્ષીતા પૂજ્ય શ્રી પરમ પાવનતાજી મહાસતીજી, નવદીક્ષીતા પૂજ્ય શ્રી પરમ ગરિમાજી મહાસતીજી ઉપવાસના ધર્મચક્રની આરાધના પરિપૂર્ણ કરી રહ્યાં છે.
તો બીજી બાજુ પૂજ્ય શ્રી દિક્ષીતાબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી ડોલરબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી શ્રેયાંશીબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ મિત્રાજી મહાસતીજી, નવદીક્ષીતા પૂજ્યશ્રી પરમ સમ્યક્તાજી મહાસતીજી,નવદીક્ષીતાપૂજ્ય શ્રી પરમ સાત્વિકાજી મહાસતીજી આયંબિલના ધર્મચક્રની પૂર્ણાહૂતિ કરી રહ્યાં છે.વિશેષમાં પૂજ્યશ્રી ચેતનમુનિ મહારાજ સાહેબ અને પૂજ્ય શ્રી બિંદુબાઈ મહાસતીજી અઠ્ઠાઈ તપની આરાધના પૂર્ણ કરી રહ્યાં છે.
શાસનચંદ્રિકા પૂજ્ય શ્રી હીરાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજ્ય શ્રી સ્મિતાબાઈ મહાસતીજી અઠ્ઠમનાં વર્ષીતપમાં પણ ધર્મચક્રની ઉગ્ર તપસ્યાનું આરાધન કરી રહયા છે. ૨૫ સંયમી આત્માઓની તપશ્ચર્યા સાથે પર્વાધિરાજના આ પર્વમા ૨૫ ભાવિકો માસક્ષમણ તપ પરિપૂર્ણ કરી રહ્યાં છે.
તો એની સાથે જ ૩૨ઉપવાસ, ૩૧ઉપવાસની ઉગ્ર આરાધના કરનાર ભાવિકો સાથે ૨૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ, ૨૫૪ ભાવિકો દ્વારા ૮ ઉપવાસ, ૬ ઉપવાસ આદિ મળીને ૬૭૫થી વધારે ભાવિકો આ તપયજ્ઞમાં જોડાઈ ગયાં છે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના સમાપન બાદ શુક્રવાર તારીખ ૧૪/૦૯/૨૦૧૮ ના સવારના દરેક તપસ્વીના પારણાનું સમુહ આયોજન શ્રી ડુંગર દરબાર, અમીનરોડ જંક્શન, જેડ બ્લુની સામે રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
દરેક તપસ્વીઓના પારણા તથા તપસ્વીઓના સન્માનનો લાભ રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટના ટી.આર.દોશી, નટુભાઈ શેઠપરિવાર, નીતાબેન હર્ષદભાઈ ચોટલીયા પરિવાર તેમજ શ્રી વનેચંદભાઈ ઠાકરશી ભરવાડા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો.