વિક્રમસિંહ જાડેજા,ચોટીલા:
રાજ્યમાં અંદાજે દોઢ વર્ષના સમયગાળા બાદ શાળાઓ ફરી બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે અને સૌથી લાંબા વેકેશનનો અંત આવી ગયો છે. રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થઈ ગયા છે. લાંબા સમય બાદ શાળાના પગથિયાં ચડતા નાના ભૂલકાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે પણ સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી શાળાના વિધાર્થીઓમાં ઠીક વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે.
એક બાજુ ઘણી સ્કૂલોમાં 1 થી 5 ધોરણના વિધાર્થીઓનું ફૂલડાઓથી સ્વાગત કરવામાં આવ્યું તો બીજી બાજુ ચોટીલાની સરકારી શાળામાં ગંદકીના ગંજમાં વિધાર્થીઓને આવકારવામાં આવ્યા. સરકાર દ્વારા તારીખ 22મીના રોજ ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા બાળકોની શાળાઓ શરૂ કરવામાં આવતા ચોટીલામાં લોકોમાં તેમજ બાળકોમાં આનંદની લાગણીઓ ઉઠવા પામી હતી અને હોંશે હોંશે અભ્યાસ માટે બાળકો શાળાઓમાં પહોંચ્યા હતા પણ શાળાએ પહોંચતા જ વિધાર્થીઓ નિરાશ થયા હતા.
ચોટીલાની શાળા નંબર માં સ્વચ્છતાનો અભાવ હોવા છતા બાળકો પોતાના અભ્યાસ માટે શાળાએ પહોંચ્યા હતા. ચોટીલાની 140 જેટલી સરકારી શાળાઓમાં ચોટીલા શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ અધિકારીઓ દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને શાળાની સફાઈ માટે આચર્યઓને સૂચનાઓ આપવામાં આવેલ હતી છતાં આ સુચનાઓનું શાળા નંબર 1માં ઉલલઘન જોવા મળ્યું છે અને શાળાના ગ્રાઉન્ડમાં આવેલ યુરિનનલ તેમજ ટોયલેટ સહિતના સ્થળોએ ગંદકી જોવા મળતા સ્વચ્છતાના લીરેલીરા ઊડ્યાં છે. જેની સામે શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.