હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે રાજ્યમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનીંગના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે મહેસાણામાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં લગ્ન પ્રસંગમાં અચાનક જાડા ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય કેન્દ્ર દોડતું થઈ ગયું હતું. અચાનક જ 55 લોકોને જાડા ઉલટીના કેસો આવી જતા આરોગ્યતંત્ર ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહેસાણા જીલ્લાના કડી તાલુકાના અગોલ ગામની છે જ્યાં લગ્નના જમણવારમાં જમ્યા બાદ ગામના જ 50થી વધુ લોકોને ઝાડા ઉલટી થઈ ગયા હતા. જેમાં જમણવારમાં દાળ ઘોષ મીઠા ભાત અને પુલાવ જેવી વાનગીઓ બનાવી હતી. જ્યાં EMO ડોક્ટર વિનોદ પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે અમને કડીથી સુચના મળી હતી અને સૂચના મળતાની સાથે જ અમે અગોલ ગામે આવી પહોંચ્યા હતા.
કડી તાલુકાના ડોક્ટરો તેમજ નર્સનો સ્ટાફ ગામ ખાતે આવી પહોંચ્યો હતો અને ઓપીડી તુરંત ચાલુ કરી હતી જેમાં 55 લોકોને ઝાડા ઉલટી ની અસર થઈ હોય તેવું સામે આવ્યું હતું તેમજ અગોલ ગામની અંદર વિવિધ જગ્યાએ પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને અગામી ત્રણ દિવસ સુધી ગામની અંદર ઓપીડી ચાલુ રાખવામાં આવશે અને હાલ ગામની અંદર સર્વે ચાલી રહ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે તેવું જણાવ્યું હતું.
રિપોર્ટર કિશોર ગુપ્તા મહેસાણા