વિશ્વની સૌથી મોટી ગણાતી અને કેડર બેઝ ભાજપ પાર્ટીનો રાજકોટ બાર એસોશીએશનની ચૂંટણીમાં જુથવાદ સામે આવતા પ્રદેશ ભાજપ ચોકી ગયું છે. બાર એસોશીએશનની ગત કાલે ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ અને ભૂતકાળના સિનિયર ધારાશાસ્ત્રી દ્વારા ભાજપમાં પ્રવેશ કરાવનાર બકુલ રાજાણીની એક્ટિવ પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. જેની મતદાન પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલા મતગણતરીમાં સમરસ પેનલના કેપ્ટન કમલેશભાઇ શાહની હાર થઇ હતી. આ હારના પડઘા પડ્યા છે.

સરકારી વકીલની નિમણુંક અને બાર કાઉન્સીલની ચૂંટણીમાં પડઘા પડે તો નવાઇ નહી

પ્રમુખના ઉમેદવારોની હાર પાછળ ભાજપ લીગલનો આંતરિક જુથવાદે જ્ઞાતિના સમીકરણોએ ક્રોસ વોટીંગ કરાવ્યાનું બહાર આવતા આ અંગે શહેર ભાજપ અને લીગલ સેલ દ્વારા પ્રદેશ કક્ષાએ ખુલ્લીને તેમજ છૂપી રીતે હરાવવા માટે કરેલા પ્રયાસનો રિપોર્ટ સોંપવામાં આવશે. બાર એસોશીએશનની ચૂંટણીમાં પ્રમુખની હારના પડઘા સરકારી વકીલની નિમણુંક અને બાર કાઉન્સીલની ચૂંટણીમાં પડે તો નવાય નહી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

પ્રમુખ પદની હાર માટે ભાજપ લીગલ સેલનો જૂથવાદ કારણભૂત !!

લીગલ સેલે એક્ટિવ પેનલના ઉમેદવારોને કરેલા સમર્થનની ભાજપ એ નોંધ લીધી

બાર એસોસીએશનની ચૂંટણીમા ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના  માત્ર પ્રમુખ પદે ઉમેદવારનો  નજીવી  લીડથી હાર થયો છે. આ પરાજયએ કોર્ટ કેમ્પસ અને ભાજપ વર્તુળોમા ચર્ચા એ ચોર પકડ્યો છે.  ટૂંકી લીડ વિરોધી પેનલને મળવાનું કારણ આંતરિક જૂથવાદ હોવાની ચર્ચાય રહ્યુ છે. જો ભાજપ લીગલ સેલમાં આંતરિક  વિવાદના કારણે પ્રમુખ પદ જેવું મહત્વનું પદ ગુમાવવાનો વારો આવ્યો છે.  ભાજપ પ્રેરિત સમરસ પેનલને હરાવવા માટે લીગલ સેલના  હોદ્દેદારો  ખૂલીને વિરોધી પેનલનો પ્રચાર કર્યો હતો.

સમરસ પેનલની સામેની એકટીવ પેનલને જીતાડવા માટે ભાજપ લીગલ સેલના જ અમુક નેતાઓ જાહેરમાં અને અમુક છાને મેદાનમાં ઉતર્યા હતા.  ચૂંટણી પહેલા જ લીગલ સેલ તરફથી ભાજપ પ્રેરિત  સમરસ પેનલ વિરોધી કોઈ ગતિ વિધિમાં જોડાવું નહીં. છતાં ખુલીને વિરોધી પેનલનો પ્રચાર કર્યો. જેના કારણે 79 જેવી ટૂંકી લીડથી ભાજપ પ્રેરિત સમરસ પેનલના પ્રમુખ પદના ઉમેદવારનો પરાજય થયો તેવું કારણ ચર્ચાઈ રહ્યું છે.ભાજપ લીગલ સેલ ના નેજા હેઠળ બાર એસોસિયેશનની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ લીગલ સેલના હોદ્દેદારો અને સભ્યોએ ખુલ્લેઆમ  સમરસ પેનલની વિરુદ્ધમાં અને  એક્ટિવ પેનલના ઉમેદવારોને કરેલું સમર્થન ની શહેર ભાજપ એ નોંધ લીધાનું રાજકીય પંડિતો દ્વારા જાણવા મળ્યું છે. જેના પડઘા આગામી દિવસોમાં પડે તો નવાઈ નહીં.

ભલે કેપ્ટન પદ ગયુ પણ બાર એસો.મા ભાજપ લીગલ સેલનો દબદબો વધ્યો

છેલ્લી બે ટર્મથી  પરાજયનો સામનો કરતી ભાજપ લીગલ સેલની નવી ટીમની મહેનત રંગ લાવી

બારની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલએ પ્રમુખપદનું  પદ ભલે ગુમાવ્યું પરંતુ બારમાં ભાજપ લીગલ સેલનો દબદબો વધ્યો વધ્યો છે.  બારની ચૂંટણીમાં છેલ્લી ત્રણ ટર્મ કરતા  ભાજપ લીગલ સેલની સમરસ પેનલને આ વખતે વધુ હોદ્દા  પર જીત મળી છે. છેલ્લી બે ટર્મથી સતત પરાજયનો સામનો કરતી સમરસ પેનલને ભાજપ લીગલ સેલએ નવા ઇતિહાસ રચી હોદ્દેદારોની મહેનત કામે લાગી છે.  કારોબારીના બે સભ્ય  અને પ્રમુખને બાદ કરતાં 13 હોદ્દા પર ભાજપ પ્રેરિત સમરસ પેનલના ઉમેદવાર વિજય બન્યા છે.

બાર એસોસિયેશનની  ચૂંટણીમાં દ્વારા  ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ મેદાનમાં ઉતારી હતી.જેમાં  પ્રમુખ પદે કમલેશભાઈ શાહ, ઉપપ્રમુખ પદે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પદે પી. સી. વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી પદે જ્યેન્દ્ર ગોંડલિયા, ટ્રેઝરર પદે આર. ડી. ઝાલા, લાયબ્રેરી સેક્રેટરી પદે મેહુલ મહેતા, મહિલા અનામત કારોબારી સભ્ય પદે રેખાબેન પટેલ અને કારોબારી સભ્યના 9 પદ ઉપર કૌશલ વ્યાસ, ભાવેશભાઈ રંગાણી, અમિતભાઈ વેકરીયા, પ્રવિણભાઇ સોલંકી, સાગરભાઈ હપાણી, અજયસિંહ ચૌહાણ, યશભાઈ ચોલેરા, વિશાલભાઈ કોટેચા, રણજીતભાઈ મકવાણા ઉમેદવાર હતા.

બાર  એસોસિએશનની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયા બાદ  સાંજે હાથ ધરવામાં આવેલી ચૂંટણી ની મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી. જેમાં સમરસ પેનલના ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ , જોઈન્ટ સેક્રેટરીજયેન્દ્ર ગોંડલીયા , ટ્રેઝરર પદે આર.ડી. ઝાલા,  લાયબ્રેરી સેક્રેટરી પદે મેહુલ મહેતાએ મેદાન મારી ભાજપ લીગલ સેલનો ઝંડો ફરકાવ્યો જ્યારે કારોબારી સભ્યો ભાવેશ રંગાણી, અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, નિકુંજ શુક્લ, અમિત વેકરિયા અને કૌશલ વ્યાસ  વિજયી થયા છે. વર્ષ 2021માં  જીનિયસ અને સમરસ પેનલ મેદાને હતી. જેમાં પ્રમુખ અને સેક્રેટરી સહિતના મહત્વના પદ પર ભાજપ લીગલ સેલની સમરસ પેનલ નો  પરાજય થયો હતો .

વર્ષ 2022  આરબીએ પેનલ સામે ભાજપ લીગલ સેલે  સમરસ પેનલ ઉતારી હતી. જેમાં તમામ ઉમેદવારોનો પરાજય થયો હતો.  આરબીએની પેનલ ચૂંટાઈ આવી હતી. શહેર ભાજપ લીગલ સેલ સંયોજક પદે પિયુષભાઈ શાહ અને સહ સંયોજક પદે કમલેશભાઈ ડોડીયાની નિમણુંક  બાદ બાર એસોસિએશન  દ્વારા સમરસ પેનલને મજબૂત કરવા બીડું ઝડપ્યું હતું. જેનો ભૂતકાળમાં સફાયો થયો હતો તેવી સમરસ પેનલમાં  તમામ જ્ઞાતિ જાતિના અને સિનિયર જુનિયર સાથે  પસંદગી કરી મેદાનમાં ઉતારવામાં આવી હતી. ભાજપ લીગલ સેલે પ્રચાર પ્રસારની કમાન્ડ સભાળિયા  બાદ પ્રમુખ પદ ગુમાવ્યું અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ મહિલા સહિત છ કારોબારી સભ્યો વિજેતા થતા ભાજપનો વિજયનો વાવટો ફરકયો  ભાજપ લીગલ સેલે મેળવેલી સફળતાની ચર્ચા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.