કેશોદ નગરપાલિકાના પરિણામને લઈ કોગ્રેસના બે ધરખમ નેતાઓએ રાજીનામાં આપી દેતા રાજકીય ભૂંકપ
મહાનગર પાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપની ભવ્ય જીત થઈ છે, તો કોંગ્રેસે કારમી હાર સહન કરવી પડી છે. સ્થાનિક જંગમાં કોંગ્રેસનાં નબળા દેખાવની જવાબદારી સ્વીકારી ઠેર-ઠેર કોંગી આગેવાનોએ રાજીનામાં ધર્યા છે. ત્યારે કેશોદ શહેર કોંગ્રેસમાં પણ કઈંક આવું જ ચિત્ર જોવા મળ્યું છે. કેશોદ નગરપાલિકાના પરિણામને લઈ કોગ્રેસના બે ધરખમ નેતાઓએ રાજીનામાં આપી દેતા રાજકીય ભૂંકપ સર્જાયો છે.
કેશોદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધિરૂભાઈ સાવલિયા તથા કેશોદ શહેર કોંગ્રેસના મહામંત્રી રજનીભાઈ બામરોલીયાએ આજરોજ કોંગ્રેસ સાથે છેડો ફાડી દેતાં જુનાગઢ જીલ્લા કોંગ્રેસ તથા કેશોદ શહેર કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસના આ બંને નેતાઓએ પોતાના હોદા ઉપરાંત કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું ધરી દેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.