અબતક, મનુભાઇ કવાડગીરગઢડા
ગીર ગઢડા તાલુકાના ચીખલ કુબા ગામ આવે રાવલ ડેમ 90% ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારો ને તંત્ર દ્વારા એલર્ટ કરાયા
ગિર-સોમનાથ જીલ્લા ના ગિર-ગઢડા તાલુકાના ચિખલકુબા ગામ પાસે આવેલ રાવલ ડેમમાં પાણીની આવક વધતાં ડેમ તેમના ડીઝાઈન સ્ટોરેજ પ્રમાણે હાલ જળાશય 90% સપાટીએ ભરાઇ ગયેલ હોય અને જળાશયનુ લેવલ 147.755 મીટર અને ઉંડાઇ 17.90મીટર થયેલ છે અને જીવંત જથ્થો 21.4059 મી.ધ.મી છે જેથી ડેમ નુ રૂલ લેવલ માહે – જયાયિંળબયિ 2022 147.555 મી. ફ્લડ મેમોરેન્ડમની ગાઇડલાઇન અનુસાર જાળવવાનુ થાય છે. જેથી હવે જ્યારે પણ ડેમ નુ લેવલ આપેલ રૂલ લેવલથી વધારે લેવલ થયે ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામા આવશે. જેથી નીચવાસના ગિરગઢડા તાલુકા અને ઉના તાલુકાના ગામ લોકો ને હાઇએલટે કરવાસાવચેત કરવા તેમજ સાવચેત રહેવા નદી ના પટ મા અવર જવર ન કરવા તેમજ ઢોર ઢાખર અને વાહન ન લઈ જવા ચેતવણી અપાય જવા તેમજ સાવચેત રહેવા જાણ કરેલ છે.