કારની લોનના ચેક પરત ફરતા કરેલો દાવો મંજૂર કરી વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો
શહેરમાં રહેતા અયુબભાઈ જીકરભાઈ શેખાએ સિન્ડીકેટ બેંક કારની લોન રૂ.૩.૮૯ લાખ મેળવેલી હતી. જામીન તરીકે જીકરભાઈ અજીજભાઈ શેખા રહેલા અયુબભાઈ શેખા લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ જતા સિન્ડીકેટ બેંક દ્વારા સ્મોલ કોર્ટમાં રૂ.૩,૩૯,૨૨૨/- લેણી રકમ વસુલ કરવા દાવો કરેલા સદ‚ સ્મોલ કેઈઝ જજે દાવો મંજૂર કરી અને રૂ.૩,૩૯,૨૨૨ની રકમ તથા તેને પર વાર્ષિક ૧૦.૯૦ % લેખે વ્યાજની રકમ લોન ધારક બેંકને ચૂકવી આપવાનો આદેશ ફરમાવેલ હતા.
કોર્ટના હુકમ અનુસાર બેંકને નહીં ચૂકવતા, સિન્ડીકેટ બેંક દ્વારા લોન ધારક વિરુદ્ધ લેણી રકમ વસુલ મળવા દરખાસ્ત કરવામાં આવેલી જે દરખાસ્તની નોટિસ લોન ધારકને બજી જવા છતાં કોર્ટમાં હાજર થઈને કોઈ રજૂઆત કરેલી નહીં કે રકમ જમા કરાવેલી નહીં જેથી બેંકે અયુબભાઈ શેખા વિરુદ્ધ જંગમ મિલ્કત જપ્ત માટેનું વોરંટ ઈસ્યુ કરવા માંગણી કરવામાં આવતા કોર્ટને મંજૂર રાખેલી અને લોન ધારક વિરુદ્ધ જંગમ મિલકત જપ્તીનું વોરંટ ઈશ્યુ કરેલ જે લેણી રકમ જમા કરાવેલી નહીં કે વાહન પર લોન લીધેલી તે વાહન બેંકને પરત સોંપેલ નહીં કે મિલક્ત જપ્તી વોરંટની બજવણી વખતે રજૂ કરેલ નહીં.
બેંક દ્વારા લોન ધારકને દીવાની કેદમાં બેસાડવામાં માટે અરજી કરતા કોર્ટ પક્ષકારોને સાંભળીને બેંકની અરજી મંજૂર કરી તથા લોન ધારકને એક માસ માટે દીવાની કેદમાં બેસાડવામાં હુકમ ફરમાવેલો છે.ઉપરોકત કામે વાદી સિન્ડીકેટ બેંકના એડવોકેટ તરીકે હિરેન ગોસલીયા, ચંદ્રકાંત ચાવડા અને સંજય ગોંડલીયા રોકાયા હતા.