- અવધ મેં આનંદ ભયો..
- રામનવમીએ રામ મંદિરને ઐતિહાસિક શણગાર થશે: નવરાત્રિમાં દરરોજ રામલલ્લાને વિશેષ ખાદી-કોટનના વસ્ત્રો ધારણ
ચૈત્રી નવરાત્રીનાં શુભારંભથી જ અયોધ્યામાં રામલલ્લાનાં ભવ્ય જન્મોત્સવની તૈયારીના વિવિધ અનુષ્ઠાન શરૂ થઈ ગયા છે.રામ મંદિરમાં લાઈટીંગની સાથે સાથે મુખ્ય દ્વારથી માંડીને પગથીયા અને ગર્ભગૃહને ફૂલોથી સજાવવામાં આવશે. રામલલ્લા ભવ્ય રામ મંદિરમાં પહેલીવાર પ્રતિકાત્મક રીતે જન્મ લેશે. આ પરિસ્થિતિમાં મંદિર ટ્રસ્ટ આ ઉત્સવને ઐતિહાસીક બનાવવાની તૈયારીમાં છે.
નવરાત્રીનાં દરેક દિવસે રામલલ્લા વિશેષ વસ્ત્ર ધારણ કરશે. ઓ વસ્ત્ર ખાદી કોટનમાંથી બનેલા છે તેના પર અસલી ચાંદી અને સોનાની હસ્ત છપાઈ કરવામાં આવી છે. છપાઈમાં ઉપયોગી બધા ચિન્હો વૈષ્ણવ પદ્ધતિનાં છે.
જન્મોત્સવને વધુ વિશિષ્ઠ બનાવવા માટે સીબીઆરઆઈ રૂડકીનાં વૈજ્ઞાનિકોની ટીમ રામલલ્લાના લલાટ પર સુર્યની કિરણોથી તિલક લગાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. મંદિર નિર્માણ સમિતિનાં ચેરમેન નૃપેન્દ્ર મિશ્રના અનુસાર પુરી કોશીશ કરે છે. રામલલ્લાનાં પહેલા જન્મોત્સવમાં તેમને સુર્યનો અભિષેક કરવામાં આવે છે.
રામલલ્લાને સુર્યતિલક થશે
રામલલ્લાનાં લલાટ પર દિવસે 12 વાગ્યે જન્મ બાદ ઓપ્ટોમિકેનિકલ સીસ્ટમથી સુર્યની કિરણો દર્પણ અને લેન્સથી પરાવર્તિત કરી રામલલ્લાનાં લલાટ પર નાખવામાં આવશે.
રામનવમીએ ચાર મિનિટ સુધી રામલલ્લાને સુર્યતિલક થશે તેના માટે રામ મંદિરમાં સાધનો લગાવવામાં આવી રહ્યા છે. જેની ટ્રાયલમાં જલદી થશે જણાવાયા મુજબ 75 મી.મી.નો ગોળાકાર સુર્યાભિષેક થશે.
સુત્રો મુજબ મંદિરનાં ગ્રાઉન્ડ ફલોરમાં બે મીટર અને એક લેન્સ લગાવાયો છે. સર્યનો પ્રકાશ બીજા માળ પર લાગેલ ત્રણમુજબ મંદિરનાં ગ્રાઉન્ડ ફલોરમાં બે મીટર અને એક લેન્સ લગાવાયો છે. સુર્યનો પ્રકાશ બીજા માળ પર લાગેલ ત્રણ લેન્સ, બે અરીસા પર થઈને ગ્રાઉન્ડ ફલોર પર લાગેલા છેલ્લા દર્પણ પર પડશે.
આથી પરિવર્તીત થનારી કિરણોથી રામલલ્લાનાં લલાટ પર સુર્યકિરણને તિલક બનશે.
મંદિર નિર્માણનાં અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રે શ્રધ્ધાળુઓને અનુરોધ કર્યો છે કે ભીડની પરેશાનીઓથી બચવા પોતાના ઘરમાં અથવા ઘરની પાસેના મંદિરમાં રામ નવમીનું પૂજન, દર્શન કરે.ભીડ ઘટે ત્યારે લોકો દર્શન કરવા આવે. મંદિર ટ્રસ્ટની બેઠકમાં શ્રધ્ધાળૂઓને દરેક પ્રકારે સુરક્ષીત દર્શન કરાવવાની વ્યવસ્થા પર વાત થઈ હતી. ટ્રસ્ટે શ્રધ્ધાળુઓને અપીલ કરી છે કે ભીડ એક જ દિવસે દર્શન કરવા ન પહોંચે.
રામનવમીનાં મુખ્ય ત્રણ દિવસ તા.15 થી 17 એપ્રિલ સુધી મંદિરથી બિરલા મંદિર સુધી જોડતા રસ્તાને ટેન્ટથી કવર કરવામાં આવશે. મંદિર સુધી પહોંચતા રસ્તા પર કારપેટ બિછાવવામાં આવશે.રસ્તામાં 50 સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ડાયેરીયા અને ડીહાઈડ્રેશન જેવી બિમારીથી બચવા માટે ઓઆરએસના પાઉડરનાં પેકેટ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને વહેંચવામાં આવશે. દરેક જગ્યાએ વિશ્રામ સ્થળની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.યુપી રોડવેજ પડોશી જીલ્લાથી 120 બસો દોડાવાશે.
7 ટ્રેકમાં દર્શન
મંદિરમાં હાલ 4 લાઈનમાં બેરિકેડમાં દર્શનની વ્યવસ્થા છે.હવે તે 7 ટ્રેકમાં કરવામાં આવશે. લોકોને એ અપીલ પણ કરાઈ છે કે તેઓ પોતાનો સામાન બહાર કોઈ સ્થાને રાખીને આવે જેથી ઓછા સમયમાં દર્શન થઈ શકે.
40 લાખ શ્રધ્ધાળુઓ કરશે દર્શન
અયોધ્યામાં રામ જન્મોત્સવ પ્રસંગે લગભગ 40 લાખ લોકો ઉમટી પડવાનું અનુમાન છે. તેને ધ્યાનમાં રાખીને તૈયારીઓઉમટી પડવાનું અનુમાન છે. તેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી રહી છે.ગરમીના કારણે ચિંતા વધુ છે.મંદિર ટ્રસ્ટે આ બાબતને ધ્યાનમાં રાખીને 15 થી 17 એપ્રિલ સુધી રોજ દર્શનનો સમયગાળો 20 કલાક કરી નાખ્યો છે. માત્ર 4 કલાક માટે ભોગ શૃંગાર અને આરતીના સમયે મંદિરમાં પરદો રહેશે અને આ સમય દરમ્યાન આમજનતા માટે દર્શન બંધ રહેશે.
9 દિવસો સુધી ચાલશે વિશેષ અનુષ્ઠાન
નવરાત્રીમાં રામ જન્મભૂમિ મંદિરમાં 9 દિવસ શકિત ઉપાસના કરવામાં આવશે.ચાંદીની ચોકી પર કલશ સ્થાપનાની સાથે 9 દિવસ સુધી બાળક રામની સાથે ર્માં દુર્ગાની પણ પૂજા થશે. 9 દિવસ સુધી દુર્ગા પાઠ અને હવન કુંડમાં આહુતી આપવામાં આવશે. નવમી તિથિએ બાળક રામને 56 પ્રકારના વ્યંજનનાઆવશે. નવમી તિથિએ બાળક રામને 56 પ્રકારના વ્યંજનના ભોગ લગાવવામાં આવશે. આ સાથે જ રામચરીત માનસનાં પાઠ પણ ચાલશે.