મસ્તીભરી લાઈફ બાદ છૂટી ગયેલા મીત્રોની કહાની ગુજરાતી ફિલ્મમા વર્ણવાઈ: ફિલ્મ ‘અબતક’ની મુલાકાતે
દરેક વ્યકિતના જીવનમાં કોલેજ દરમિયાન ગાળેલા ત્રણ વર્ષ ગોલ્ડન પિરિયડ્સ બનીને રહ્યા હોય છે. ત્યારે આ ત્રણ વર્ષ દરમિયાન આપણી જિંદગીમાં અનેક મિત્રો બને છે. અને તેમાંથી કેટલાક ખૂબ જ ખાસ બની જતા હોય છે. પરંતુ કોલેજ પુરી થવાની સાથે જ આ મિત્રો પાતે પોતાની લાઈફમાં ખોવાઈ જતા હોય છે. કોલેજની આ જ મસ્તીભરી લાઈફ અને કોલેજમાં છુટી ગયેલા મિત્રો કોલેજ છોડયા પછીના થોડા વર્ષો પછી પાછા ફરે છે. અને તેના કારણે લાઈફમાં કેવા કેવા વળાંક આવે છે તેના ઉપર આધારીત ઈમોશનલ કહાની લઈને આવી રહી છે. અધકમિગ ગુજરાતી ફિલ્મ રિ-યુનિયન ચાલો પાછા મળીએ.
ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં વનરાજ સિસોદીયા રવિ મિના, ફોરમ મહેતા, દિપાલી ઠકકર, શેખર શુકલા ત્વિસા ભટ્ટ, કરણ રાજવીર જોવા મળશે. ફિલ્મને જાણીતા પિલ્મ ડિરેકટર મંગલ ગઢવીએ કરી છે. જયારે ફિલ્મને વિપૂલ તેજાની અને ડો. નિહાલ પટેલે પ્રોડયુસ કરી છે. વાત કરીએ ફિલ્મના મ્યુઝીકની તો ફિલ્મનું મધુર સંગીત મંગલ ગઢવીએ આપ્યું છે.
પોતાની ફિલ્મ વિશે અબતક સાથે વાત કરતા ફિલ્મના પ્રોડયુસર વિપુલ તેજાનીએ જણાવ્યું હતુ કે દરેક વ્યકિતના જીવનમાં મિત્રતા ખૂબજ મહત્વનું અંગ છે. ત્યારે અમારી ફિલ્મો મિત્રતાને ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. અમારી ફિલ્મ સમાજ માટે મિત્રતા ઉદાહરણ‚પ બની રહેશે.