નિખીલ સાથે ધરોબો ધરાવતા બે થી ત્રણ શખ્સો ગુજસીરોકના ભયથી ભુગર્ભમાં
ગોંડલના કુખ્યાત ગેગસ્ટર નિખિલ દોંગા તથા તેની ગેંગ સાથે ગુજસીરોક હેઠળ ગુન્હા નોંધાયા બાદ પોલીસે તેના સાત સાગરીતોને રાજકોટથી સ્પે. કોર્ટના રિમાન્ડ માટે રજુ કરતા અદાલતે દશ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોય પોલીસે પુછપરછ હાથ ધરી છે. પુછપરછમા આ ગેંગના વધુ કારતામાં બહાર આવે તથા અનેકના પગ તળે રેલો પહોંચે તેવી શકયતા પોલીસ દ્વારા વ્યકત કરાઇ છે.
ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિત ૧૧૬ જેટલા ગુન્હા જેના પર નોંધાયા છે. તેવા ગોંડલના નામચીન નિખિલ દોંગા સહીત તેના સાગ્રીતો સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયા બાદ આ ગેંગના અનેક ગુન્હાહીત કૃત્યો બહાર આવ્યા હોય એએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે નિખિલ દોંગાના સામગ્રીતો ગોંડલના વિજય ભીખા જાદવ, પુથ્વી યોગેશભાઇ જોશી, દર્શન ઉર્ફે ગોલું, ઉર્ફે જોડો, સાકરવાડીયા, અક્ષય ઉર્ફે ગીરી દુધરેજીયા, દેવાંગ જેન્તીલાલ જોશી, નરેશ સિંઘવ સ્પે. કોર્ટમાં રજૂ કરાતા અદાલત દ્વારા દશ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
પોલીસે નિખિલ અને શક્તિસિંહ હાલ જેલમાં હોય ટ્રાન્સ્ફર વોલંટ દ્વારા કબ્જે લેવા તજવીજ હાથ ધરી છે.
પોલીસે નિખિલના સંપર્કમાં રહેલા કેટલાક વ્યક્તિઓની પુછપરછ કરી મોબાઇલ કિટેલની વિગતો અંગે ચકાસણી કરી જેલમાં નિખિલ સાથે મોલબાઇ પર સંપર્કમાં રહેતા લોકોના નિવેદનો નોંધી નિખિલના ખાસ ‘કનેકશનો’ અંગે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.