આ વર્ષે ગુરૂવારે તા.૨૧ માર્ચે ડુંગર ઉપર હોળી પ્રગટાવાશે
ચોટીલા માં વર્ષો થી એક ધાર્મિક પરંપરા નુ વણલખ્યુ પાલન થતું આવે છે તે એ છે કે ચોટીલા ના ચામુંડા માતાજી ના પ્રસિધ્ધ ડુંગર ઉપર હુતાસણી ના દિવસે સંધ્યા સમયે હોલીકા દહન થયા બાદ અને ડુંગર ઉપર ની હોળી ની જ્વાળાઓ સમગ્ર ચોટીલા પંથક માં દેખાય ત્યાર બાદ જ ચોટીલા શહેર તથા તાલુકા ના ગ્રામ્યવિસ્તારો માં હોળી પ્રગટાવવા માં આવે છે.
ચોટીલા ના ચામુંડા માતાના પ્રખ્યાત ડુંગર ઉપર હોળી દહન બાદ જ સમગ્ર શહેર તથા આ તાલુકા ના ગામડાંઓ માં હોળી દહન થાય તેવી ધાર્મિક પરંપરા અંદાજે ૮૦ વર્ષ જુની છે.ચોટીલા ના આ ડુંગર ઉપર મહંત પરિવાર દ્વારા હુતાસણી ની સંધ્યા એ કાષ્ટ , છાણાં તથા શ્રીફળ ના છોતરા ગોઠવી ડુંગર ઉપર આવેલ કાળ ભૈરવ મંદિર ચોક તથા બટુક ભૈરવ ચોક એમ બે જગ્યાએ હોલી દહન કરવામાં આવે છે.
ડુંગર ઉપર પ્રગટેલ આ હોળી ની લાલ પીળી જ્વાળાઓ સમગ્ર ચોટીલા શહેર તથા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં જોવાં મળે પછી જ તમામ જગ્યાએ હોળી પ્રગટાવવા માં આવે છે. ચોટીલા માં આ પરંપરા નું અચુક પાલન કરવામાં આવે છે.આ અંગે ચામુંડા માતાજી ડુંગર મહંત પરિવાર ના બીપીનગિરિ ભભૂતગિરિ ગોસાઇ એ અબતક ને જણાંવ્યું હતું કે આ વર્ષે તા.૨૧ માર્ચ ગુરુવારે સંધ્યા સમયે ડુંગર ઉપર હોલીકા દહન પ્રતિ વર્ષ ની માફક આ વર્ષે પણ કરવામાં આવશે.