Abtak Media Google News
  • સિનેમા, મલ્ટીપ્લેકસ, ઓડિટોરિયમ, બેન્કવેટ, કોમ્યુનિટી હોલ, ગેમીંગ ઝોન, શૈક્ષણીક સંસ્થા અને હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરાશે
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ વપરાશ (બીયુ)ની પરવાનગી અપાયા બાદ સમયાંતરે સ્થળ ચકાસણી  કરવા અંગેની માર્ગદર્શિકાને અનુસરવા આજે મ્યુનિસિપલ કમિશનર  દેવાંગ દેસાઈએ હુકમ કરેલ છે.

મ્યુનિ. કમિશનર   દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ મકાનો કે જેમાં મોટી સંખ્યામાં વ્યક્તિઓ એકત્રિત થતા હોય  તથા સી.જી.ડી.સી.આર.ની જોગવાઈ મુજબ એસેમ્બલીની વ્યાખ્યા હેઠળ આવતાં હોય   તેવા મકાનો જેમ કે સિનેમા, મલ્ટીપ્લેક્ષ, ઓડીટોરીયમ, બેન્કવેટ-કોમ્યુનીટી હોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસીસ, મોટા શોપિંગ મોલ, ફૂડ-કોર્ટ, રેસ્ટોરન્ટ વિગેરે  કફલિય  તેમજ હોસ્પિટલ પ્રકારના બાંધકામો વિગેરે સંદર્ભે સલામતી તેમજ બિનઅધિકૃત બાંધકામ પ્રવૃત્તિને નિયંત્રિત કરી શકાય તે માટે સમયાન્તરે સ્થળ ચકાસણી માટે કાર્યપધ્ધતિ એસ.ઓપી.  અનુસરવા હુકમ કરવામાં આવે છે.

ઉપરોકત પ્રકારના મકાનો  1 જૂનની  સ્થિતિએ બાંધકામ વપરાશની (બીયુ) પરવાનગી ધરાવે છે કે નહિ તેની અદ્યતન યાદી 3(ત્રણ) માસમાં તૈયાર કરવાની રહેશે.

,  આ યાદી પૈકી જે-તે દિવસની સ્થિતિએ બાંધકામ વપરાશની પરવાનગી નથી એવા મકાનો સંદર્ભે

બી.યુ. પરવાનગી મળવાપાત્ર હોય તેવા કિસ્સામાં દિન-14 માં બાંધકામ વપરાશની પરવાનગી મેળવી રજુ કરવા જાણ કરવી અને જો તેમ કરવામાં ન આવે તો મકાનનો ઉપયોગ બંધ કરવા નોટીસ આપીને વીજ જોડાણ બંધ કરવા તથા સીલની કાર્યવાહી કરવી. જે કિસ્સામાં સીજીડીસીઆરની જોગવાઈ મુજબ  મળવાપાત્ર નથી તેવું પ્રાથમિક રીતે જણાઈ આવે તેવા કિસ્સામાં બાંધકામ સીલ કરવાની કાર્યવાહી કરવી.

પૈકી જે કિસ્સામાં બાંધકામ નિયમિત કરવા ઝવય  અંતર્ગત નિયમિતતા માટે અરજી કરેલ હોય તો તેની ચકાસણી કરી, અરજીના નિકાલની કાર્યવાહી અગ્રતાક્રમે પૂર્ણ કરવી તેમજ બાંધકામ  જીઆરયુડીએ અંતર્ગત નિયમિત થાય નહિ ત્યાં સુધી સ્થળે વપરાશ બંધ કરાવવા કાર્યવાહી કરવી, અને જો બાંધકામ નિયમિતતાને પાત્ર ન હોય તે નામંજૂર કરી, સીલની કાર્યવાહી કરી, બાંધકામ દુર કરવા આગળની નિયમાનુસારની આનુષંગિક કાર્યવાહી કરવી.

ઉપરોક્ત પૈકી જે કિસ્સામાં    નિયમિતતા માટે અરજી કરેલ નથી તે કિસ્સામાં તાત્કાલિક ઉપયોગ બંધ કરાવી સીલની કાર્યવાહી કરી, સક્ષમ સત્તાધિકારીની અનુમતિ મેળવી, બાંધકામ દુર કરવા આનુષંગિક કાર્યવાહી કરવી.

ઉપર જણાવેલ પ્રકાર માં આવતા મોટા એકમો સંદર્ભે જેમાં બાંધકામ વપરાશની (ઇઞ) પરવાનગી આપવામાં આવેલ છે/ઇસ્યુ થયેલ છે/નિયમિતતાની કાર્યવાહી કરવામાં આવેલ છે તેવા બાંધકામો દર 6 (છ) માસના સમયાંતરે ઓછોમાં ઓછી 1 (એક) વાર થાય તે રીતે ઉપરોક્ત તમામ બાંધકામની સ્થળ ચકાસણી  નું આયોજન કરવાનું રહેશે તથા બાંધકામના ઉપયોગ અને બાંધકામની સ્થળ સ્થિતિ અંગે આપવામાં આવેલ બાંધકામ વપરાશની (ઇઞ) પરવાનગીના સદંર્ભમાં અનધિકૃત બાંધકામ કે સલામતી જોખમાય તે પ્રકારના ગેરકાયદેસર ફેરફાર કરેલ છે કે કેમ? તેમજ એન્ટ્રી-એક્ઝીટ-દિશા સૂચન (જશલક્ષફલય), સ્ટેર, એસ્કેપ રૂટ પ્લાન ડિસ્પ્લે વિગેરે યોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવેલ છે કે કેમ? વિગેરે બાબતોએ નિયત ચેકલિસ્ટ મુજબ સબંધિત આસી. એન્જીનીયર/એડી. આસી. એન્જીનીયર દ્વારા ચકાસણી કરવાની રહેશે.

જો અનધિકૃત ફેરફાર ન હોય તો તે અગેનું પ્રમાણપત્ર સબંધિત આસી. ટાઉન પ્લનાર મારફતે ટાઉન પ્લાનિંગ ઓફિસરના ધ્યાને મુકવાનું રહેશે.

બાંધકામનો ઉપયોગ કે બાંધકામની સ્થળ સ્થિતિમાં મોટા પ્રમાણમાં અનધિકૃત ફેરફાર થયેલ હોય તો સબંધિત આસી. ટાઉન પ્લાનર મારફતે ટાઉન પ્લાનિંગ ઓફિસરના ધ્યાને મૂકી તાત્કાલિક ઉપયોગ બંધ કરાવી બાંધકામ સીલની કાર્યવાહી કરવી તેમજ સક્ષમ સત્તાધિકારીની અનુમતી મેળવી અનધિકૃત બાંધકામ દુર કરવાની કાર્યવાહી તાત્કાલિક કરવી.

સબંધિત આસી. ટાઉન પ્લાનર દ્વારા ઉપરોક્ત પૈકી અંદાજીત 20% જેટલા મકાનોની અને ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા 10% જેટલા મકાનોનું રેન્ડમ વેરીફીકેશન કરવાનું રહેશે.

કેટેગરીના મકાનો સંદર્ભે રાખેલ રેકર્ડમાં હયાત મકાનોના સુધારા વધારાની બાંધકામ વપરાશની પરવાનગી આપવામાં આવે કે નવા બાંધકામ વપરાશની  પરવાનગી આપવામાં આવે તે સાથે વોર્ડવાઈઝ ડેટાબેઝ સમયાંતરે અદ્યતન  કરવાનો રહેશે. તે જ પ્રકારે ઉપરોક્ત પૈકીના હયાત મકાનો દુર કરવામાં આવે કે રી-ડેવલોપમેન્ટની કાર્યવાહી કરવામાં આવે તો તે અંગેનો રેકર્ડ કમી/અદ્યતન કરવાનો રહેશે.

સ્થળ સ્થિતિ ચકાસણી ના દરેક તબક્કે સ્થળ ફોટોગ્રાફ્સ લઈને તેનો રેકર્ડ   સ્વરૂપે વોર્ડ ઇન્સ્પેકટર આસી. એન્જીનીયર/એડી. આસી.એન્જીનીયર દ્વારા રાખવાનો રહેશે.

કાર્યવાહી અમલવારી સબંધે થતી કોર્ટ મેટર/દાવાઓ અંગે સબંધિત આસી. એન્જીનીયર/એડી. આસી. એન્જીનીયર દ્વારા સમયમર્યાદામાં મ્યુની. એડવોકેટની નિમણુક થાય તે ધ્યાને રાખવાનું રહેશે અને સબંધિત આસી. એન્જીનીયર/એડી. આસી. એન્જીનીયર દ્વારા રા.મ્યુ.કો. વતી નિયતસમયમર્યાદામાં જવાબ/એફિડેવિટનો મુસદ્દો સબંધિત મ્યુની. એડવોકેટનો સંપર્ક કરી તૈયાર કરાવી આસી. ટાઉન પ્લાનર મારફતે સક્ષમ સત્તાધિકારીની મંજુરી મેળવી આનુષંગીક કાર્યવાહી કરવાની રહેશે. સબંધિત વોર્ડના આસી. એન્જીનીયર/એડી. આસી. એન્જીનીયર દ્વારા આ અંગેનું એક અલાયદુ દાવા રજીસ્ટર નિભાવવાનું રહેશે તથા પખવાડીક ધોરણે તેને અદ્યતન કરવાનું રહેશે.

કોર્ટ દ્વારા વિવિધ મેટર્સમાં કરવામાં આવેલ ઓરલ ઓર્ડર/ડાયરેકશનની કેસવાઈઝ સંક્ષીપ્ત નોંધ (રેડી રેકનર) સબંધિત આસી. ટાઉન પ્લાનરશ્રી આ જાળવવાની રહેશે અને   કોર્ટના આદેશ/ડાયરેકશનનું પાલન થાય અને કરવામાં આવેલ કાયર્વાહીની નોંધ   નામદાર કોર્ટ સમક્ષ સમયબદ્ધ રીતે રજુ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

કોમ્પ્યુટર વિભાગ દ્વારા ઉપરોક્ત કામગીરી માટે સોફ્ટવેર પ્રોગ્રામ કરવા આનુસાંગિક કાર્યવાહી પણ કરવામાં આવનાર છે તેમ પણ મ્યુનિ. કમિશનર   દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.