રાજકોટની સીવીલમાં સવાર-સાંજ દર્દીઓ સગાઓ સાથે
108ના ડ્રાયવર સાથે સ્ટાફને પણ ભોજન કરાવાય છે
કોરોના મહામારીના પગલે હાલ આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો મહામારી વચ્ચે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવા સંજોગોમાં રાજકોટ શહેરની વિવિધ ઝુપડપટ્ટીમાં બાળકોને નિયમિત પોષ્ટિક ભોજન કરાવતા આશાબેન પટેલે રાહત રસોડું કરીને ભુખ્યાની આંતરડી ઠારવાનું બીડું ઝડપયું છે. સર્વ સમાજ સેવા જે સમગ્ર ગુજરાત વ્યાપી સંસ્થા છે. તેમના અઘ્યક્ષ મહિપતસિંહ ચૌહાણ અને સહઅઘ્યક્ષ આશાબેન પટેલ છે. રાજકોટમાં એકલે હાથે વિવિધ સેવાભાવી 3પ કાર્યકરોની સેવા ફોજ સાથે રાહત રસોડાની કપરી કામગીરી સંભાળી રહ્યા છે.
આશાબેને ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે મારો પરિવાર લંડન રહે છે ગત માસે મારો ભાઇ આવેલ ત્યારે મને ‘કાર’ લેવા પૈસા આપેલા તે મને કોરોનામાં હેરાન થતાં લોકોની દયા આવતા એ પૈસામાંથી ‘રાહત રસોડુ’ શરૂ કર્યુ જેને હાલ સમાજનાં અન્યોના સહયોગથી સારી રીતે પ્રોજેકટ ચાલી રહ્યો છે.
રાહત રસોડામા 9 બહેનોને 3પ સેવાભાવી ભાઇઓ વિનામૂલ્યે દિવસ-રાત સેવા કરે છે. રોજના 600 જેટલા દર્દીઓ તેમના સગા સાથે સિવીલના સ્ટાફ 108ના ડ્રાયવર વિગેરેને સવાર-સાંજ ભોજન વ્યવસ્થા કરાય છે. ગત 16 એપ્રિલથી આ સેવાયજ્ઞ જરુરીયાત પડતા શરુ કરાયો જેમાં દાળ, ભાત, રોટલી, શાક, સંભારો, છાશને સાંજે કઢી-ખીચડી, શાક, રોટલી, સંભારો જેવી ઉમદા રસોયનું પેકીંગનું સિઘ્ધુ દર્દીઓને અપાય છે. તેથી કોરોના સામે પણ સાવચેતી રહે છે.સંસ્થા દ્વારા ગુજરાતમાં ખેડા, બનાસકાંઠા, રાજકોટ અને નડિયાદમાં આ રાહત રસોડાનો પ્રોજેકટ ચાલુ છે જેનો દરરોજ એક હજાર લોકો લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંડ ગોંડલ, રાજકોટ અને અમદાવાદથી ઝુપડપટ્ટીમાં કપડા, ચંપલ સાથે વિધવા બહેનો રાશન કીટ અને સગર્ભા મહિલાને કીટ સાથે ગોળ ઘી અપાઇ છે.
ઘરમાં કવોરન્ટાઇન થયેલા દર્દીઓને બન્ને ટાઇમ ટીફીન પહોચાડવાની સેવા પણ આશાબેન પટેલે સેવા શરુ કરી છે. જેનો હાલ 100 જેટલા પરિવાર લાભ લઇ રહ્યા છે. આશાબેન પટેલ દ્વારા મહિલા વિંગ ચલાવાય છે. જેમાં બે લાખ જેટલી મહિલાઓ સમગ્ર ગુજરાતમાંથી જોડાય છે. તેમના આયોજનમાં ઝવેરભાઇ વાછાણી અને રમેશ રામાણી સાથે સેવા કાર્યકરોની ફોજ જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યકરો પણ પોતાનો ફાળો આપે છે. આ ઉમદા સેવામાં સહાયભૂત થવા દાતાઓએ ને અનુરોધ કરવામાં આવે છે સૌના સહયોગથી આપણે કોરોના સામેની લડાઇ જીત શકીશું, સંસ્થાની હેલ્પલાઇન આશાબેન પટેલ 90817 19923.