નોટબંધી પછી દેશની બેંકોને સૌથી વધુ માત્રામાં નકલી નોટો મળી છે. આ દરમિયાન શંકાસ્પદ લેણદેણમાં પણ 480%થી પણ વધુનો વધારો થયો છે. દેશમાં 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી પછી બેંકોમાં જમા થયેલી શંકાસ્પદ રકમ પર આવેલા પહેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ રિપોર્ટ નાણા મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ)એ જાહેર કરી છે. આ એજન્સી દેશમાં થનારી શંકાસ્પદ બેંકિંગ લેણદેણો પર નજર રાખે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારી, ખાનગી ક્ષેત્ર ઉપરાંત સહકારી બેંકો તથા અન્ય નાણાકીય સંસ્થાઓમાં સામૂહિક રીતે 400%થી વધુની શંકાસ્પદ લેણદેણ થઇ હોવાનો રિપોર્ટ છે. વર્ષ 2016-17માં કુલ મળીને 4.73 લાખથી પણ વધુ શંકાસ્પદ લેવડ-દેવડ વિશે બેંકો દ્વારા એફઆઇયુને જાણ કરવામાં આવી.રિપોર્ટ પ્રમાણે, નાણાકીય વર્ષ 2016-17માં એફઆઇયુને બેંકો અને અન્ય નાણાકીય એકમોમાંથી 4.73 લાખ શંકાસ્પદ લેવડ-દેવડ રિપોર્ટ (એસટીઆર) મળ્યો. આ 2015-16ની સરખામણીએ ચારગણો વધારે છે.
એસટીઆરના કેસ સૌથી વધુ બેંકોની શ્રેણીમાં સામે આવ્યા છે. 2015-16ની સરખામણીએ 489% વધારો થયો. જ્યારે નાણાકીય એકમોના મામલે આ વધારો 270% રહ્યો. વર્ષ 2015-16માં કુલ 1.05 લાખ એસટીઆર બનાવવામાં આવી હતી. તેમાંથી 61,361 એસટીઆર બેંકો દ્વારા એફઆઇયુને મોકલવામાં આવી હતી. નોટબંધી પછી તેમની સંખ્યા વધીને 3,61,215 સુધી પહોંચી ગઇ. જ્યારે અન્ય નાણાકીય એકમોના સંબંધમાં એસટીઆનો આંકડો 40,033 હતો. નોટબંધી પછી તે વધીને 94,837 પર પહોંચી ગયો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com