ફોજદારના મૃત્યુ પછી કુકડો ગૂમ થઈ ગયાની વાત સાંભળ્યા બાદ જયદેવે ભૂત બંગલામાં જ સુવાનો નિર્ણય કર્યો
ફોજદાર જયદેવે જોયું કે જમાદાર પાટીલ જ ડરી ગયા લાગે છે. લગભગ અંધા‚ થઈ ગયું હતુ વાહન વ્યવહાર તો સાંજના છ વાગ્યે છેલ્લી એસટી બસ જાય એટલે પૂરો થતો હતો તેઓ બેઠા હતા તે પુલીયા નીચેથી તથા આજુબાજુનાં ઉજજડ ખેતરોમાંથી તમારાના અવાજ ચાલુ બંધ થતા હતા. જયદેવે પાટીલને કહ્યું બંગલે જવું છે? પાટીલ કહે ના સાહેબ અહી જ સારા છીએ અને પાટીલે વાત ચાલુ કરી
ફોજદાર વલીચાચા પહેલા રાવ સાહેબ કરીને લોધીકાના ફોજદાર હતા. તેઓ ફોજદારી કવાર્ટરમાં એકલા જ રહેતા હતા લગભગ તમામ કુટેવો તેઓ ધરાવતા હતા. નોનવેજ આલ્કોહોલ તથા જે ઉપલબ્ધ હોય તે તમામ સીમ વગડે એકલ દોકલ વાઘરીનો કુબો હોય તો તેમાં પણ ઘુસી જતા અને પછી ન્હાવાનું પણ નહિ અઠવાડીયે એકાદ વખત નહાવાનું પોતે કવાર્ટરમાં એક પીંજ‚ રાખેલ તેમાં એક સરસ પોપટ પાળેલ હતો. તથા એક બીલાડી અને એક પોમેડીયન કુત‚ પણ પાળેલુ કોન્સ્ટેબલો અને ઓર્ડરલી મામદને આ બધુ કામ જ વધી જતું ખાસ તો નોનવેજ અને આલ્કાહોલની વ્યવસ્થાની લોધીકામાં ખૂબ મુશ્કેલી પડતી.
ગામડાઓમાં કોઈ ગુન્હાની તપાસ કે અરજીની તપાસમાં ફોજદાર રાવ મોટર સાયકલ લઈને જતા પણ તેમની જોખમી આદતો ને કારણે કોઈ પોલીસ મનથી સાથે જવા રાજી નહિ અને રાવ પોતે પણ મોટર સાયકલ લઈને એકલાજ નીકળી પડતા રસ્તામાં જે કાંઈ શિકાર મળે અને ન મળે તો શોધીને પણ શિકાર કરી નાખતા ! એક વખત મોટર સાયકલ લઈને સવારે નીકળેલા તે સમયે વૈશાખ મહિનો ભર ઉનાળાનો મહિનો ચાલુ હતો તે દિવસે ઘોમધખતા તડકામાં બપોરે બે વાગ્યે મોટર સાયકલ લઈને રીબડા બાજુથી આવ્યા સાથે એક જીવતો વિચિત્ર રીતે મોટા કદનો કૂકડો પણ લાવ્યા હતા જેથી મેં પૂછયું કયાંથી લાવ્યા ? તો રાવ સાહેબ કહે કોઈ પાસેથી નથી લાવ્યો આતો જમીને રીબડાથી લોધીકા આવતો હતો અને રસ્તામાં ખાંભાની બંગલી પાસે આ કુકડો મળ્યો એટલે લઈ લીધો. ખાંભાની બંગલી એટલે રોડ ઉપર ખાંભાના પાટીયે આવેલુ નાનુ ખૂલ્લુ બસ સ્ટેન્ડ છાપ‚ જયદેવે તે જોયેલુ તેથી પાટીલને પુછયું ત્યાંતો બધુ ઉજજડ છે. કોઈ ઝાડ, વાડી કે મકાન પણ નથી અને વૈશાખ મહિનાના ધોમધખતા તડકામાં બપોરે બે વાગ્યે કુકડો કયાંથી આવે? પાટીલે કહ્યું તે તો વાત હતી. પરંતુ રાવે સાહેબે કહેલ કે ખરેખર કુકડો ત્યાંથી જ એટલે કે ખાંભાની બંગલીએથી જ મળેલો હતો અને રાવ સાહેબને આવી નાની અમથી વાતમાં ખોટુ બોલવાનું કોઈ કારણ નહતુ કેમકે તે તો જો કોઈ મોટી બાબત હોયતો પણ ખૂલ્લે ખૂલ્લુ કહી દેતા હતા.
પાટીલ અને પોલીસ સ્ટાફે માન્યું કે આજે કુકડાની ખાસ પાર્ટી (હલાલ) થઈ જશે પરંતુ રાવ કુકડાને લઈને કવાર્ટર ઉપર ગયા અને પાળેલા બીજા પ્રાણીઓ સાથે રાખ્યો તમામ સ્ટાફના આશ્ર્ચર્ય સાથે તે કુકડાની પાર્ટી એટલે કે હલાલ થયો નહિ પણ જે ત્રણ પાળેલા પોપટ, બીલાડી અને કુતરા સાથે કુકડાનો પણ વધુમાં ઉમેરો થયો. પણ પોલીસ સ્ટાફ અને ખાસ તો ઓર્ડરલી મામદની ઉપાધી વધી ગઈ કેમકે આવેલ કુકડો અનાજના દાણા કે જીવડા ખાતો નહિ. પરંતુ દરરોજ પીરસેલુ માંસ (નોનવેજ) જ ખાતો હતો રાવ તો અઠવાડિયામાં એક બે દિવસ નોનવેજ ખાતા પરંતુ કુકડા ને તો ત્રણે ટાઈમ નોનવેજ જોઈતુ તે સિવાય કાંઈ ખાતો નહિ એટલે પોલીસે ખાટકી વાડામાંથી નિયમિત કાપેલા પશુઓનાં ફેંકી દીધેલ અવયવો આંતરડા વિગેરે લેવા જવું પડતુ. આ કુકડો એવો પેધી ગયેલો હતો કે બીલાડી અને પોમેડીયન કૂતરા ઉપર પણ રોફ જમાવતો અને તેઓ બંને કુકડાથી ડરતા પણ હતા.!
એકાદ મહિનો થયો હશે અને પાળેલો પોપટ પાંજરામાં કોઈ કારણ વગર જ મરી ગયો પોલીસ સ્ટાફે રાવને કહ્યું સાહેબ આ કુકડો વિચિત્ર લાગે છે તેને પાછો મૂકી આવો. રાવે કહ્યું ના બીજા રહે ના રહે કુકડો તો રહેશે જ. પોપટ મરી ગયા ના બરાબર એક મહિને પાળેલી બીલાડી પણ મરી ગઈ, સ્ટાફે ફોજદાર રાવને કહ્યું સાહેબ આ કુકડો કાંતો બાદ વાળો છે અને કાંતો કાંઈક કારણ લાગે છે આને હવે કાઢી મૂકીએ રાવે કહ્યું ના તેતો રહેશે જ આમને આમ દિવસો જતા બરાબર ત્રીજા મહિને પાળેલુ પોમેડીયન કૂત‚ પણ કોઈ કારણ વગર જ મરી ગયું. હવે તો પોલીસ સ્ટાફ ઉપરાંત ગામના અમુક પ્રતિષ્ઠિત માણસો ને આખા બનાવની ખબર પડતા રાવને કુકડો પાછો મૂકી આવવા અથવા કાઢી મૂકવા સલાહ આપી પરંતુ ફોજદાર રાવે કહ્યું આતો મારો જીગરી દોસ્ત છે. અને તે અહિં જ રહેશે. આથી પોલીસ સ્ટાફે રાવ ગામડામાં તપાસમાં ગયા ત્યારે મામદની મદદ લઈ કુકડાને કાઢી મૂકવા દરવાજા ખોલી પાછળ થયા પરંતુ કુકડો ફળીયામાંથી બહાર જ નીકળે નહિ ફરી ફરીને દિવાલ ઉપર બેસી જાય આથી કોથળો મગાવી તેની ઉપર નાખી કોથળામાં પૂરી મોટર સાયકલ લઈ ગામના બીજે છેડે પાદરમાં મૂકી આવ્યા, પરંતુ અડધી જ કલાકમાં કુકડો પાછો આવીને દિવાલ ઉપર બેસી ગયો મામદ બોલ્યો આ પણ ગયા જનમનો લેણીયાત લાગે છે.
આમને આમ ચોથો મહિનો પૂરો થયો અને હંમેશની માફક ઓર્ડરલી મામદ એક દિવસ સવારે ફોજદારી કવાર્ટર ઉપર ગયો પરંતુ હજુ સુધી ફોજદાર રાવ જાગેલા ન હતા. મામદ ઘર બહાર એકાદ કલાક બેઠો બાદ પોલીસ સ્ટેશને આવીને વાત કરી કે આજે ઘણુ મોડુ થઈ ગયું છે તો પણ રાવ સાહેબ હજુ ઉઠ્યા નથી અને દરવાજો ખખડાવું છું તો જવાબ પણ આપતા નથી દરવાજા બધા અંદરથી બંધ છે. આથી બે ત્રણ જણા ફોજદારી કવાર્ટર ઉપર ગયા અને દરવાજા ખખડાવી સાદ પાડયા પરંતુ અંદરથી કાંઈ જવાબ મળ્યો નહિ દરમ્યાન પુષ્કળ માણસો ભેગા થઈ ગયા અને સુથારને બોલાવી દરવાજા ખેડવીને ખોલ્યા ‚મમાં પલંગમાં પથારી કરેલ હતી પણ પલંગ ખાલી હતો પરંતુ પશ્ર્ચિમ દિવાલ બાજુનાં ‚મનો દરવાજો હતો તે ખૂલ્લો હતો, તે ‚મમાં વચ્ચેના ભાગે ફોજદાર રાવની લાશ પડેલ હતી! શરીર ઉપર કોઈ ઈજા જરા સરખી પણ નહતી આ ‚મનો પશ્ર્ચીમ દિશાએ ફળીયા તથા સંડાસ બાથ‚મ તરફ જવાનો દરવાજો પણ અંદરથી જ બંધ હતો. ‚મમાં કૂકડો આંટા મારતો હતો પરંતુ કાંઈ બોલતો નહતો સ્ટાફને કુકડા ઉપર ખૂબજ ગુસ્સો આવ્યો પરંતુ તેને મારવાની કે કાઢી મૂકવાની કોઈની હિંમત જ ચાલી નહિ, પરંતુ થોડી વારે કુકડો પોતાની મેળે ‚મ તથા ઘરમાંથી બહાર ચાલ્યો ગયો કયાં ગયો કોઈને ખબર નથી તે પછી કવાર્ટર ઉપર કયારેય પાછો આવ્યો નહિ અને ગામ તથા સીમમાં કયાંય તેનો પતો લાગેલો નહિ. રાવની લાશનું પોષ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું કોઈ ઝેર કે દવાની હાજરી પેટમાં જણાયેલ નહિ પોસ્ટ મોર્ટમ નોટમાં મોતનું કારણ ‘કુદરતી મોત-હાર્ટફેલ્યોર’નું જ આવ્યું રાવને કોઈ બીમારી હતી નહિ તેમની લાશને શબવાહીનીમાં તેમના વતનમા મોકલી આપી.
તે સમયથી આ ફોજદારી કવાર્ટર ખાલી હતુ કોઈ ફોજદાર તેમાં રહેવા જવા ને બદલે ગામમાં ગમે તેવા મકાનમાં ભાડે રહેતા. તે પછી ફોજદાર ચૌધરી આવ્યા અને તેમણે આ મકાન ચાલુ કર્યું, આ મકાન પણ તે અને ઓર્ડરલી મામદ પણ તેજ હતો.
જયદેવે વચ્ચે પાટીલને પૂછી લીધું કે ચૌધરી હાજર થયા પછી આ રાવ તથા તેના કુકડાવાળી વાત કોઈ એ તેને કરેલી કે કેમ? પાટીલે કહ્યું ના સાહેબ ચૌધરી સાહેબને તો કાંઈ ખબર જ નહતી આ તો તમે કયાં કયાંથી જાસુસી કરી ને જાણી આવ્યા અને મને પણ વાત કરવા મજબૂર કર્યો. ચૌધરી અરધી રાત્રે બેગ-બીસ્ત્રા સાથે પોલીસ સ્ટેશને આવ્યા પછી લોધીકાથી વતન ગયા તે હજુ હાજર જ થયા નથી કોઈક સાથે કહેવરાવ્યું છે કે હવે લોધીકા ગામમાં જ જવું નથી.
આમ વાત કરીને જમાદાર પાટીલ ચુપ, શાંત અને ગંભીર થઈ ગયો અને એકદમ ધીમા અવાજે જયદેવને વિનંતી કરી કે સાહેબ આ વાત મેં તમને કરી છે તે મહેરબાની કરી ને બીજા કોઈ ને કહેતા નહિ કેમકે બધા સ્ટાફ વાળાએ ભેગા થઈને નકકી કર્યું હતુ કે આ નવા ફોજદાર સાવ નાની ઉંમરના અને એકલા છે વળી સ્વભાવસારો છે. બીજી કોઈ ‘લપ’ નથી જો થોડો સમય લોધીકામાં રહે તો બધાને સા‚ કોઈએ કાંઈ વાત કરવી નહિ. પરંતુ તમે મને ખૂબ આગ્રહ કર્યો એટલે વાત કરી દીધી હવે કવાર્ટરમાં ડર લાગે તો ગામમાં કાલે જ બીજુ મકાન શોધી લઈશું. જયદેવે કહ્યું ના હું એમ કાંઈ ડરપોક નથી પરંતુ જયદેવને મનમાં આખી વાત સાંભળ્યા પછી થોડો ડર અને શંકા પેસી ગયેલી. રાતના નવ સાડા નવ થઈ ગયા હતા બંને જણા પોલીસ સ્ટેશન આવ્યા જયદેવનું ટીફીન આવી ગયું હતુ.
ઓર્ડરલી મામદ તૈયાર જ હતો. પરંતુ આજે તે કાંઈક વિચિત્ર રીતે જયદેવ સામે જોઈને નીચું જોઈ જતો હતો. તેથી જયદેવે કહ્યું શું છે મામદભાઈ?મામદ કહે કાંઈ નહિ ટીફીન લઈ આવ્યો છું ચાલો અને બંને જણા કવાર્ટર ઉપર આવ્યા મામદે દરવાજા ખોલી સ્ટોર ‚મમાં જઈ ટીફીન ખોલી થાળી તૈયાર કરી ટીપોય ઉપર મૂકી અને જયદેવ હાથ પગ ધોઈ વાળુ કરવા બેસી ગયો.વાળુ કર્યા પછી મામદે થાળી લઈને સાફ કરીને બાજુના ‚મમાં જ રાખી દીધી. પરંતુ આજે મામદની વર્તુણુંક કાંઈક જુદી લાગતી હતી થોડી થોડી વારે જયદેવની સામે ત્રાંસી આંખે જોઈને નીચુ જોઈ જતો હતો. આથી જયદેવે મામદને પૂછયું શું વાત છે. મામદભાઈ ? મામદે કહ્યુંં સાહેબ પાટીલે આ મકાન વિશે વાત કરીને? જયદેવે હા પાડી એટલે મામદ બોલ્યો અમો બધા એ નકકી કર્યું હતુ કે તમને આ વાત જ ન કરવી અને ગળગળા સાદે બોલ્યો,છતા વાત કરી જ દીધીને? થોડીવાર મામદ ચૂપ અને ગંભીર થઈને ઉભો રહ્યો પછી બોલ્યો સાહેબ આજે રાત્રે હું આ મકાનમાં સાથે સુવ?
જયદેવને મનમાં શંકા અને ડર હતા જ, જો મામદ ને મારી સાથે મકાનમાં સુવરાવું તો પોતાની મરદની છાપ રહે નહિ. અને બીજાને એવી છાપ પડે કે જૂની વાતો સાંભળીને જ ફોજદાર ડરી ગયો. આથી સ્વમાની જયદેવે મામદને સામેથી હિંમત આપી રવાના કર્યો.
તે દિવસે તથા પછી કયારેય જયદેવે ‚મના દરવાજાઓ રાત્રે સુતી વખતે બંધ કર્યા નહિ પરંતુ અોંસરીનો દરવાજો અંદરથી સાંકળ દઈ બંધ કરતો.વાંકાનેર સીટીમાં ચોરીના બનાવ વખતે રીવોલ્વર ખાલી હોય અને અંધારાના કારણે લોડ કરી શકેલ નહિ તેથી ગુનેગારો ઉપર ફાયરીંગ કરી શકેલ નહિ.તે પછી જયદેવ કાર્ટીસની છ ચેમ્બર પૈકી એક ચેમ્બર ખાલી રાખી પાંચ કાર્ટીસ ભરેલા જ રાખતો આમ ભરેલી રીવોલ્વર ઓસીકા નીચે રાખીને પલંગ ઉપર સુતો પરંતુ આજે પાટીલે જે વાતો કરેલી ફોજદાર રાવની તેમના પાળેલા પશુ પક્ષીની અને તેમના ક્રમ બધ્ધ મૃત્યુની તથા ફોજદાર ચૌધરીને અર્ધી રાત્રે ઘર બહાર ફેંકેલ તે વાતો મગજમાં જ ફરતી હતી વધુમાં મામદે કવાર્ટરમાં સાથે સુવાની વાત ક્રી તે પણ મગજમાં ફરતી હતી. પરંતુ વલીચાચાના શબ્દો યાદ આવ્યા કે તમે પાક ઈન્સાન છો તમને વાંધો નહિ આવે,અાથીજયદેવને આત્મ વિશ્ર્વાસ વધી ગયો અને તેને નિંદર આવી ગઈ.
આવુ સામાન્ય રીતે માણસના જીવનમાં બનતુ હોય છે. જયારે કોઈ દુ:ખ વિપત્તિ કે આફ્ત આવે ત્યારે માણસ હતાશ થઈ જતો હોય છે. પરંતુ તે સમયે તેને કોઈ પ્રોત્સાહન, આશ્ર્વાસન આપના‚ હોય તો તે ટકી જાય છે. અને મુશ્કેલીનો સામનો કરવાની આંતરીક શકિત ઉભી થાય છે. ભલે તે આશ્ર્વાસન શબ્દો ‚પે હોય પણ શબ્દો બહુ મોટી તાકાત છે. જેમ શબ્દો યુધ્ધો કરાવી દે તેમ બુધ્ધીશાળી અને મીઠા બોલો વિષ્ઠિકાર યુધ્ધનો અંત પણ લાવી શકે છે. અને આખરે કોઈપણ પ્રશ્ર્નનું નિરાકરણ સમય જ છે ને? આશ્ર્વાસન ‚પી શબ્દોથી વ્યકિત ઠંડો પડે આત્મ વિશ્ર્વાસ વધે અને તે કપરો સમય પસાર થઈ જાય છે.
જયદેવ બીજે દિવસે મોડો ઉઠ્યો દિવસ ઘણો ઉગી ગયો હતો મામદ ઓસરી બહાર ઓટલા ઉપર આવીને બેઠો હતો અને ઓંસરીનો દરવાજો લાકડાની પટ્ટીઓનો ઝાળીવાળો હોય બેઠા બેઠા ‚મમાં અંદર જોઈ શકાતુ હતુ. જયદેવે થોડીવાર પથારીમાં પડયા પડયા જોયા કર્યું કે મામદ શું કરે છે. મામદ થોડી થોડી વારે ‚મમાં અંદર ઝાંકતો હતો અને તેની જોવાની પધ્ધતિ વિચિત્ર હતી. તેની આંખો પહોળી થઈ જતી હતી અને થોડો અસ્વસ્થ લાગતો હતો.
જયદેવે સુતા સુતા કહ્યું મામદભાઈ આવીગયા? અને મામદ એકદમ ઉભો થઈ ને બોલ્યો ‘જી સાહેબ’ જયદેવે દરવાજો ખોલ્યો તો મામદ જયદેવ સામે કાંઈક કૌતુક જોતો હોય તેમ વિચિત્ર રીતે જોવા લાગ્યો એટલે જયદેવે કહ્યું મામદભાઈ હું જીવતો છું ભૂત નથી. અને મામદ લેવાઈ ગયો. અને બોલ્યો ‘નાજી સાહેબ એવું નહિ,અલ્લાહખૈર કરે. તમારા જેવા ઈન્સાનને સો વર્ષનું આયુષ્ય આપે’ તેમ કહી ‚મમાં અંદર આવી પહેલા બંને ‚મને બારીકાઈથી જોયા અને જયદેવને કહ્યું સાહેબ પશ્ર્ચીમ બાજુના ‚મના વચલા દરવાજા બંધ રાખતા હો તો? જયદેવ કહે ભલે હવે બંધ રાખીશ અત્યારના પહોરમાં જયદેવને બીજી કોઈ વાત સાંભળવી નહોતી અને જયદેવ બ્રશ કરવા જતા મામદ પોલીસ સ્ટેશન પાસે જ આવેલ બસ સ્ટેન્ડ ઉપર ચા લેવા ગયો.