વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના 19 દિવસ સુધી મહારાષ્ટ્રમાં સરકાર રચવાની મડાગાંઠ ચાલી અને અંતે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. શિવસેના કે એનસીપી એકમેકના ટેકાથી સરકાર રચવાનો દાવો રાજ્યપાલ સમક્ષ રજૂ ન કરી શક્યા.
સરકાર બનાવવાની ખેંચતાણ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. રાજ્યપાલ દ્વારા આ ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવામાં આવી હતી. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે.