તમામ ડેપો ખુલ્લા પરંતુ એક પણ જગ્યાએથી ખાતર વેચાણ થતુ નથી: ચોમાસા અગાઉ ડીએપી ખાતરના વાવેતરની જરૂરીયાત હોય વહેલી તકે વેચાણ શરૂ થાય તો ખેડૂતો માટે ફાયદાકારક
થોડા દિવસથી ચાલી રહેલા ખાતર કૌભાંડના મામલે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ તપાસણી બાદ તમામ કેન્દ્રોમાંથી ખાતર વેચાણ શરૂ કરવાની ગત સોમવારે જાહેરાત કર્યા છતાં હજુ સુધી એક પણ ડેપોમાંથી ખાતર વેચાણ શ‚ થયુ નથી. ખાતર વેચાણના તમામ ડેપો હાલ ખુલી ગયા છે પરંતુ કેન્દ્રો બહાર ‘ખાતર વેચાણ બંધ છે’ તેવા બોર્ડ લાગેલા છે. ચોમાસા અગાઉ ડીએપી ખાતરનું વાવેતર ખેડૂતોએ કરવાનું હોય પરંતુ હાલ વેચાણ બંધ છે ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો વહેલીતકે વેચાણ શરૂ થાય તો જ ખેડૂતો માટે ફાયદાકારક રહેશે.
ખાતરની થેલીમાં ઓછુ વજન આપી આચરાયેલા કૌભાંડ બાદ સરકારે તમામ ડેપો પરથી વેચાણ બંધ કર્યું હતું અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જો કે, તપાસણી બાદ ગત સોમવારે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જયાં પુરતો વજન હશે ત્યાંથી ખાતર વેચાણ શ‚ થશે તેવી જાહેરાત કર્યાને આજે ત્રણ દિવસ થયા છતાં હજુ એકપણ ડેપોમાંથી ખાતર વેચાણ શરૂ થયું નથી.
તેમજ અધિકારીઓ દ્વારા પુરતી તપાસ કરવામાં આવેલી નથી તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. વધુમાં ખેડૂતો જમીનની ફળદ્રુપ્તા માટે ડીએપી ખાતરનું વાવેતર કરતા હોય છે જેથી ઉપજ સારી લઈ શકાય. જો કે, ખાતર કૌભાંડ બાદ હજુ સુધી એકપણ ડેપોમાંથી ખાતર વેચાણ નહીં થતાં જમીનમાં ખાતર વાવેતરમાં ખેડૂતોને મોડુ થશે જેથી ઉત્પાદન પણ ઓછુ આવી શકે અને નુકશાની જવાની શકયતા રહેલી છે. ત્યારે રાજયના તમામ ડેપો પરથી વહેલી તકે વેંચાણ શ‚ થશે તો જ ખેડૂતો માટે આગામી વર્ષ ફાયદારૂપ બનશે.