ભારતે આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાનમાં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે. તો બીજી તરફ લેહ, જમ્મુ, શ્રીનગર અને પઠાનકોટ એરપોર્ટથી તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે. તો ઉત્તર ભારતના તમામ એરબેઝને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.
ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન રઘવાયુ થયુ છે. જેના કારણે જમ્મુ, શ્રીનગર અને પઠાનકોટનાં એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અહીંથી જનારી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.