કેન્દ્રમાં એનડીએ સરકારના કાર્યકાળને ૪ વર્ષ તાજેતરમાં પૂર્ણ થઈ ચુકયા છે. આ પ્રસંગે રાજુભાઈ ધ્રુવ અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને અબતકના મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતા સાથે સરકારની કામગીરી અંગે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો. સરકાર ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ ૨૦૧૪ જુનમાં સતા પર આવ્યા. આ ૪૮ મહિનાની ઉપલબ્ધીઓ તમારી દ્રષ્ટિએ ખાસ ઉપલબ્ધી વિશે શું કહેશો ? તેનો જવાબ આપતા રાજુભાઈ ધ્રુવએ કહ્યું હતું કે, સૌથી પહેલા હું એવું માનું છું કે ચાર વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી. નરેન્દ્રભાઈ મોદીની સરકાર પર આજે કેન્દ્ર સરકાર ૪૮ મહિનામાં બેદાગ નિશકલન શાસન આપ્યું છે કે, આજે ભારત મારા ખ્યાલથી ૧૦ વર્ષના કોંગ્રેસના શાસનમાં જે દેશની ઈજ્જત આબ‚ માનસિક અને વિશ્ર્વસ્તર પર પણ સડાઈ ગઈ હતી. લોકોના મનમાં કેન્દ્ર સરકાર પ્રત્યેનું જ એક સન્માન ઘટી ગયેલુ એવા સંજોગો નરેન્દ્રભાઈએ સૌથી મોટી કામગીરી લોકશાહીમાં અને કેન્દ્ર સરકારમાં લોકોનો વિશ્ર્વાસ પુન: જાહેર કર્યો છે.

કૃષિ ક્ષેત્ર માટે ટોપ મોસ્ટ પાયાની જ‚રીયાત સમાન હોય તો તે પાણી અને પાણી માટે એમને વિક્રમ કામગીરી કરી છે એ અદભુત છે અને એના ફળ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડુતોને મળશે અને સમગ્ર ગુજરાતની કાયાપલટ થઈ જાશે અને ગુજરાત હરિયાળુ બનવાનું છે. જોરદાર, અદભુત એટલા માટે આજસુધી કોઈએ રાષ્ટ્રવ્યાપી આર્થિક સ્તર પર વિચાર નથી કર્યો. શહેરોમાં હાઉસીંગ સ્કિમમાં જે ગુજરાત હાઉસીંગ બોર્ડ હોય કે નેશનલ હાઉસિંગ બોર્ડ હોય એ અર્બન વિસ્તારની ચિંતા કરતો પહેલીવાર કેન્દ્ર સરકારે એવી અદભુત કામગીરી કરી અને ૨,૭૦,૦૦૦ જેવી સબસીડી આપીને જે ગામડામાં દૂર દુરના રિમોટ એરિયામાં કોઈને મકાન બનાવવું હોય એ મકાન બનાવે તો ૨,૪૦,૦૦૦ અને મહિલા મકાન બનાવે તો તેથી પણ વધુ હું માનું છુ કે કેન્દ્ર સરકારની કામગીરી નિખાર લાવી રહી છે અને રોટી, કપડા ઔર મકાન આ જે મુળભુત જીવનનો મોટો પ્રશ્ર્નચિહન છે. કદાચ મને લાગે છે કે કેન્દ્ર સરકારની નીતિ નિયમ સાફ છે અને ખરાબમાં એમ કહીએ તો વિકાસ જોરદાર થાય છે અને વિકાસ દિશા સાથે હોય તો રોટી, કપડા ઔર મકાન દેશની સામાન્ય ૫૦% પ્રજા એવી છે કે જે ગરીબીની રેખાની આસપાસ છે. જે ૩૦% કે ૫૦% મધ્યમવર્ગી પ્રજા છે અને ૧૦% ઉચ્ચ મધ્યમવર્ગ એવા સંજોગોમાં આ ત્રણ પાયાની મુળભુત જ‚રીયાત પર કેન્દ્ર સરકારે, રાજય સરકારને સાથે લઈને જે અભિયાન ચાલે છે તેના મીઠા ફળ અમને બે-ત્રણ વર્ષમાં જ જોવા મળશે. કદાચ હું માનું છું, ૨૦૧૯ની ચુંટણી પછી આ તબકકામાં ભારતમાં કોઈ બેઘર નહીં હોય કોઈ બેરોજગાર નહીં હોય અને હું માનું છું કે કોઈ રુટિનની સમસ્યા પણ નહીં હોય.

હું માનું છું કે આ મુળભુત જે પાયાની જ‚રીયાત હોય શિક્ષણ, આરોગ્ય, મકાન માનીએ તો પાંચ-છ વસ્તુ એવી છે કે જે કોઈ પણ સરકાર માટે બહુ અગત્યની હોય, ઈંગ્લેન્ડ નાનો દેશ છે અમે એને તો જગત પર ઘણા બધા સમય સુધી રાજ કર્યું. આર્થિક સંપના છે એટલે એની વેલફેર સ્કિમો ઘણી બધી હોય છે. ભારત તો ૧૨૫ કરોડ વસ્તીવાળો દેશ છે એવા સંજોગમાં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ઘણી બધી યોજનાઓ દાખલ કરી ‘માં અમૃતમ’ યોજના અનેક યોજનાઈ આવી, હું માનું છું કે આજે ગુજરાતમાં જે રીતે આરોગ્યલક્ષી જે સિકયુરીટી ઉભી કરવામાં આવી એને લઈ પ્રજા જીવનમાં પણ કહીએ તો માણસો પહેલા ડધાઈ જતા હતા. કોઈ સિબબેન બિમારી થાય તો શું થશે ? આખું કુટુંબ ભાન બહાર થઈ જાતું હતું. આજે એ કુટુંબને છત્રછાયા મળી. કૃષિ ખાસ કરીને ભારત ખેતીપ્રધાન દેશ છે અને આટલા વર્ષોમાં ખેતીની આપણે જે પોઝીશન જોઈ જે ઘસારો જોવા મળ્યો છે. તેમાં સરકાર દ્વારા તેની વૃદ્ધિ બમણી કરવામાં છે તો તેને કેવી રીતે એચીવ કરશો ? તેના જવાબમાં રાજુભાઈએ કહ્યું હતું કે, સૌથી પહેલા એક વાત કરીએ તો પ્રોપર પ્રાયોરીટી એટલે જળસંચય અને મને લાગે છે કે મહેન્દ્રભાઈએ જે રીતે અટલ બિહારી વાજપાઈજીએ એક યોજના એક આયોજન અધુરુ છોડયું હતું. ૨૦૦૪માં અમારી સરકાર ગઈ અને કોંગ્રેસ સરકાર આવી અને એમણે આખા ભારતની તમામ નદીઓ જોડી એક એક ટીપુ જળસંચય કરી અમે ખેતર સુધી પહોંચાડયું. મને લાગે છે કે ભારતનો ખેડુત ગુજરાતનો ખેડુત એવો સક્ષમ છે, એવો નિષ્ણાંત છે જો એને પાણી પુરુ પાડવામાં આવે તો હું માનું છું કે બાર માસ ખેતી થઈ શકે અને હાલમાં જ ખેતી માટે નરેન્દ્રભાઈએ ઈઝરાયેલના વડાપ્રધાનને પણ બોલાવેલા. ઈઝરાયેલનું ડેલીકેશન આવ્યું. આજે હું માનું છું કે એગ્રીકલ્ચર જે છે તે ઈઝરાયેલે જે વિકાસ વિશ્ર્વમાં સાધયો છે. એમાંથી એવા આપણે સારા ગુણો લઈએ અને આપણા પણ કૃષિ વૈજ્ઞાનિકો અનેક નવા સુધારા વધારાઓ ટપક પઘ્ધતિ હોય ફુવારા પઘ્ધતિ હોય અને કહીએ તો જયાં ભાગાઈથી પાક હોય ત્યાં ભાગાઈથી પાક જયાં કૃષિ ઉપજવાળા પદાર્થની જ‚ર હોય ત્યાં એ આજે પંજાબ છે તો એ ઘઉંના ઉત્પાદન માટે વિશ્વસ્તરે નામના ધરાવે છે. સૌરાષ્ટ્ર અને તમિલનાડુ મગફળી માટે નામના ધરાવે છે. તો જે રીતે જયા આબોહવાને અનુ‚પ સૌરાષ્ટ્રના શરીફ વિસ્તાર છે એ કેસર કેરી માટે આજે ઝાલાવડમાં ન થઈ શકે જે-તે વિસ્તારના આબોહવાને અનુ‚પ ખેતી થાય અને ખેડુત સંપન્ન બને એ દિશામાં સરકાર કામગીરી કરે છે અને સૌથી મોટી વાત એ છે કે ટેકાના પોષણક્ષમ ભાવ આપ્યા છે. ખેડુત સ્વાવલંબી અને પગભર બને ખેડુત ઉપર કોઈનો ઓશિયારો ના હોય.

કેશુભાઈનો હું અંતરથી આભાર માનું છું. કેન્દ્ર સરકારની કામગીરી પર સોને પે સુહાગ ચડાવે એવી અદભુત કામગીરી થઈ. ૧લી મે ગુજરાત સરકાર સ્થાપના દિનના દિવસે કરી અને ૩૧મી મેએ અભ્યાન પુરુ કર્યું અને મને અદભુત લાગણી થાય છે કે ૩૦ જીલ્લાઓ, ૨૪૮ તાલુકાઓ સંપૂર્ણ પણે સર્વાંગી રીતે જો કદાચ મને લાગે છે કે જળસંચય ક્ષેત્રે કામગીરી થઈ હોય, નદીઓ ઉપર ચેકડેમ બંધાયા. તળાવળો તો ખરા, જળાશયો, ખેતતળાવડી, કુવાઓ જયાં-જયાં પાણીનો સંચય થઈ શકે છે નાનો એવો ખાડો પણ હોય તો પણ ગુજરાત સરકારે લોકોને પ્રેરીત કર્યા અને મને લાગે છે કે આ અદભુત અને ઐતિહાસિક કામગીરી સરકાર દ્વારા થઈ છે. આખી સરકાર ગ્રામીણ ક્ષેત્રે ઉતરી ગઈ અને મને લાગે છે કે એના મીઠા ફળ, આવતા અઠવાડિયામાં જ જોવા મળશે એટલા માટે કે મોરબી જિલ્લાની મારી જવાબદારી હતી. ૫૦૦ એકરની સામર્થ સરોવર હળવાદમાં છે. રજવાડાના સમયમાં બનાવાય હતી. આ સરોવરને ઉંડુ ઉતારવાની અને નજરના પહોંચે ત્યાં સુધી તો એની પહોળાઈ છે. આવા તો કેટલાક જળાશયોની કામગીરી હાથ ધરાઈ છે. ઈતિહાસમાં યાદ કરવામાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખેતી માટે હમણા તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈએ એક એવો ક્રાંતિકારી નિર્ણય લીધો કે કોઈપણ જગ્યાએ અકસ્માત થાય તો ૫૦,૦૦૦ની સહાય રાજય સરકાર તરફથી તાત્કાલિક ધોરણે મળે. મને લાગે છે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળી નાનામાં નાના લોકોને આરોગ્ય સુરક્ષા મળે. તેનો આપે જે કહ્યું ‘પ્રિયોન્સરી બેટર ધેન પ્યોર’ કે કોઈ રોગચાળો ફેલાય તો તેને અટકાવવામાં આવે ત્યારે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ખાસ કામગીરી કરે આ દિશામાં જે કાઈ પગલા લેવાના ચાલુ થયા છે કે બેટી બચાવો, બેટી પઢાઓ દિકરીઓને આરોગ્ય સંબંધિત ઘણી બધી યોજનાઓ દિકરી માતા બને ત્યારે એની માટેની અનેક યોજનાઓ આવી ત્યારે આ સંજોગોમાં હું માનું છું કે દિકરી જન્મે ત્યારે અને દિકરો-દિકરી વૃદ્ધા અવસ્થામાં કેન્દ્ર સરકાર રાજય સરકાર રિંસ ઓ છે. એની આખરી અવસ્થામાં પણ સરકાર નોંધારો નિભાવ છે અને અત્યારે જે રીતે સરકાર કરપ્શનથી પટે છે, ભ્રષ્ટાચારથી પટે છે અને જે પૈસા ખર્ચે છે તે સંપૂર્ણપણે પ્રજાની સુખાકારી માટે ખર્ચે છે.

બહુ જોરદાર વાળ છે કેમ કે સામાજીક વ્યવસ્થાને જો કોઈ ખાતું હોય તો એ આ પ્રશ્ર્નો છે કે અગાઉના જે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૧-૭૨માં એને પ્રશ્ર્ન કરવામાં આવ્યો કે ‘કરપ્શન ઈઝ વર્લ્ડ વાઈડ ફેનોમેનમ’ કે ‘ભ્રષ્ટાચારએ સાર્વત્રિક સમસ્યા છે. હું ત્યારથી માનું છે કે દેશમાં આશરો ઘરી ગયો કોંગ્રેસનું શાસન ૭૦ વર્ષમાંથી ૫૫ વર્ષ જેવું રહ્યું. એના કારણે દેશમાં તુર્કાબધી છે. રાજય સરકાર અને વિજયભાઈ ‚પાણી આ દિશામાં કાર્યરત છે. હમણા જ રાજકોટ ખાતે ધમીવોકેન્દ્રસિંહ જાહેર કાર્યક્રમમાં વાત કરી કે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે અને આ મકાન કામના બાંધકામ બાંધી હું માનું છું કે જે રીતે રાજય સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણયો મળે અને તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવામાં આવે કોઈપણ જાતના અપેક્ષા વગર રાજય સરકાર અને કેન્દ્ર સરકારની નિયત ચોખ્ખી છે. આજ સુધી હું માનું છુ કે નરેન્દ્રભાઈ મોદી કે વિજયભાઈ ‚પાણી પર કોઈ આક્ષેપ નથી કરી શકયા. એકદમ પારદર્શી અને પ્રમાણી શાસન આપ્યું છે ત્યારે મને ખાતરીને ભરોસો છે કે આ દિશામાં પણ રાજય સરકાર ખુબ સારા માપદંડો સ્થાપિત કરશે.

હું માનુ છું કે નવસર્જન અને નવભારતનું મીડિયા એના માટે નરેન્દ્રભાઈ પોતે ભારતનું એક સપુત માને છે. ભારતનો પ્રધાનસેવક માને છે. એને પોતાને જ નથી ગમતું કે મોદીનું ભારત ઘડાય. ભારતમાં હજારો જુનો રાષ્ટ્ર છે ત્યારે આ રાષ્ટ્રમાં કાંઈ ઘટતું હતું. સારા શાસકો પારદર્શી વહિવટ અને સુશાસક ચાલુ છે તે દરમિયાન હમણા જ આપણે જોયું કે દિલ્હીમાં જે રીતે દસ માર્ગીય હાઈવે પ્રજાને ભેટ આપવામાં આવી એજ રીતે આજે આપણે જોઈએ કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા. ગુજરાતના નેશનલ હાઈવે ગુજરાતના સ્ટેટ હાઇવે ગુજરાતના ડિસ્ટ્રીક રોડની સ્થિતિ અમે એરપોર્ટ હું માનુ છું કે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વિકાસ જોરદાર રીતે થાય છે અને કદાચ હું માનું છું કે, આવનારા સમયમાં વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ભારત ઉભુ હશે અને એમાં સૌથી મોટુ પ્રદાન નરેન્દ્રભાઈ વાળી બીજેપી સરકારનું છે. એમણે નાટક જ કર્યું છે કે જે રીતે વાજપેયીજીએ સુવર્ણ ચતુરભુર્જ યોજના દાખલ કરેલી. દેશના ચારે ચાર છેડાઓને રસ્તા-માર્ગો દ્વારા જોડવા નરેન્દ્રભાઈએ સુધારા વધારા સાથે આગળ વધારી દેશના મહાનગરો સાથે દુર દુર અંતરિયાળ આવે ગામડાઓને એટલી જ સુવિધા એટલી જ ફેસીલીટી મળે એ દિશામાં કેન્દ્ર સરકારે નિર્ણયો કર્યા છે અને અમલ પણ કર્યો છે.

સો ટકા હું એક વાત માનુ છું કે વડાપ્રધાન અગાઉ પણ હતા કે છેવાડાના નહેરુ, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપાઈ અને નરેન્દ્રભાઈ મોદીને લોકો ખૂબ સારી રીતે ઓળખે છે. સાો સા નરસિંહમાહ રાવ, વી.પી.સિંઘ જેવા ભારતને પ્રધાનમંત્રી મળ્યા હતા. જેઓનું નરેન્દ્ર મોદી જેવું સ્ટેજ પણ વર્ચસ્વ ન હતું. જેી લઈ વિશ્ર્વ ફલક પર ભારતનું નામ રોશન યું છે. વિશ્ર્વમાં ભારત સૌી મોટા લોકશાહિ દેશ તરીકે બહાર આવ્યું છે. અમેરિકા કરતા પણ અનેક વિવધતાઓમાં અનેકમાંનું પ્રતીક ભારત દેશ છે. જેમાં વિવિધ પ્રાંતો, વિવિધ ભાષાઓી બહેલો દેશ છે. સાો સા વિવિધ ધર્મોના લોકો હોય ત્યાં જેવો તેવો પ્રધાનમંત્રી ન ચાલે સિંહ જેવો હોવો જોઈએ. જયાં વિશ્ર્વની ફલક પર ગૌરવી કહિ શકાય કે નરેન્દ્ર મોદીને કારણે ભાતરનું સન મજબૂત બન્યું છે જે રીતે તેમણે ચીનને રસ્તો ના કરવાની માન્યતા ન આપતા અને હું માનું છુ કે આવી મક્કમતા સો ચીનને ના પાડવી એ કોઈનું ગમ્યું ની. એવી જ રીતે અઘફાનિસ્તાન હોય કે રશિયા હોય કોઈ પણ દેશો હોય એની સોની નિર્ણય લીધો છે. એકબાજુ ઈઝરાયલ જાય છે. વિવિધ દેશોમાં એ માણસ જે ભારતનું સન્માન પેદા કરી રહ્યો છે.

આજે વિશ્ર્વની મહાસતાઓ વચ્ચે આજે હું માનું છું કે, છઠી મહાસત્તા મારા ભારત દેશનું છે. આજે એક એક ભારતીયો જેમ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અન્ય રાજયોમાં જાય ત્યારે બધા એમ કહેતા કે પેલા ગુજરાત જો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈમોદી જાય છે. આજે એજ ગૌરવ ભારતીય મહેસુસ કરી રહ્યું છે. વિશ્ર્વના કોઈપણ દેશમાં જાય દરેક જગ્યાએ ભારતનું સન્માન વધ્યું છે. એક પ્રબળ પ્રચંડ નેતૃત્વ એક પારદર્શી શાસનને કારણે વિશ્ર્વમાં ભારતનું નામ રોશન કર્યું છે અને હું માનું છું કે, જે ભારતને વિશ્ર્વના મહાસત્તાઓની હરોળમાંલઈ ગયો છે.

કોઈપણ સંસ ચલાવી કોઈ પણ ઘર ચલાવી તો પણ સાંજે આપણષ કામગીરીનું મુલ્યાંકન કરીએ છીએ પરંતુ નરેન્દ્રભાઈ અને બીજેપીએ જે પ્રજાલગત કામગીરી કરી છે તેનો સર્વે તેનો હિસાબ પ્રજાની સામે રાખ્યું છે કે આ અમે ખોટા હોય તો તમે બોલો પરંતુ એ લોકોની વચ્ચે રહેનારા નરેન્દ્રભાઈ મોદીનું મોટાભાગનો સમય લોકો વચ્ચે જાય છે. ચાઈના છે સામ્યવાદી શાસન છે બીજા દેશોનું શાસન છે ત્યારે ભારતના લોકશાહી શાસનો વડાપ્રધાન જો લોકોની વચ્ચે રહે અને ૪ વર્ષના લેખાજોખા મૂકે તો હું માનું છું કે નીતિ અને મનોબળ બતાવે કે કોઈ ખોટ ની અને વિકાસલક્ષી નીતિ એવી જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.