ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પરશોતમ સાબરીયા હાલમાજ પોતાના ધારાસભ્ય પદ તથા કોગ્રેસમાથી રાજીનામુ ધરી કેશરીયા ધારણ કયાઁ હતા. ત્યારે ઉલ્લેખનિય છે કે નાની સિચાઇ કૌભાંડમા સપડાયેલા ધારાસભ્ય સાબરીયા કેટલોક સમય જેલવાસો ભોગવી આવ્યા બાદ પોતે રાજીનામુ ધરી ભાજપમા જોડાવાનો નિણઁય કયોઁ હતો. ત્યારે સાબરીયાનુ રાજીનામુ ધરાતા હવે ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાની પેટા ચુંટણીની તૈયારી પણ શરુ કરી દેવાઇ છે. ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાની ચુંટણીમા ભારતીય જનતા પાટીઁ દ્વારા સેન્શ લેવાયા હતા જેમા પેટા ચુટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની હારમાળા સજાઁઇ હતી.
જોકે અગાઉ ત્રણ ટમઁ સુધી ધ્રાગધ્રાના ધારાસભ્ય રહી ચુકેલા આઇ.કે.જાડેજાની પસંદગી તમામ કાયઁકરો દ્વારા કરાઇ હતી ત્યારે આ તરફ આંતરીક સુત્રો પાહેથી મળતી વિગત અનુશાર પક્ષ દ્વારા હાલમા જ ગુલાટી મારીને ભાજપમા બેસેલા પરશોતમ સાબરીયા પર પસંદગી ઉતારે તેમ જણાતા કાયઁકરોમા વિરોધ્ધ જોવા મળ્યો હતો. જોકે સમીકરણોના હિસાબે સાબરીયા અગાઉ કોગ્રેસમાથી જીતેલા ઉમેદવાર તથા ઠાકોર સમાજમાથી આવતા હોવાથી પક્ષ તેઓના પર પસંદગી ઉતારે તેમ છે છતા હાલના સમીકરણો બદલાયા હોય તેમ કોગ્રેસમાથી પલ્ટી મારેલા સાબરીયાને હાલના સમયમા પોતાના સમાજનો પણ વિરોધ્ધ સહન કરવો પડ્યો છે.