35 વર્ષથી સ્વીટ ક્ષેત્રે 900થી વધુ મીઠાઈ બનાવતી શિવ શક્તિ ડેરી આગામી માસે નમકીન અને બેકરી આઈટમની નવી 15 પ્રોડક્ટ લોન્ચ કરશે
શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં એસ.એસ. નમકીનની દાઢે વળગે તેવી નવી 13 નમકીન પ્રોડકટનું લોન્ચિંગ અભિનેત્રી અમિષા પટેલે કર્યું હતું. આગામી માસે નમકીનની અને બેકરી આઈટમની 15 પ્રોડક્ટ લોન્ચ થશે.
રાજકોટમાં છેલ્લા 35 વર્ષથી મીઠાઈ ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી ઘરે ઘરે જાણીતા શિવશક્તિ ડેરીફાર્મ દ્વારા 900 થી વધુ પ્રકારની મીઠાઈઓ તૈયાર કરીને નામના મેળવી ચૂકેલા છે. ત્યારે એસ.એસ સ્વીટ્સ દ્વારા આજથી 13 જેટલી અલગ અલગ પ્રકારની નમકીનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે , શિવશક્તિ ડેરી ફાર્મના એસ એસ નમકીનનું આજે હિન્દી ફિલ્મની અભિનેત્રી અમિષા પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું , આજે આ અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં ડેરીના મનસુખભાઇ અકબરી, જગદીશભાઈ અકબરી, હિરેનભાઈ પટેલ, બ્રિજેશભાઈ પટેલ અને મેનીલભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા , નમકીન પ્રોડક્ટને લઈને પત્રકાર પરિષદમાં જાનવવામાં આવ્યું હતું કે પ્રારંભિક રૂપથી ડ્રાય કચોરી, સોયા સ્ટિક, મિક્ષ કઠોળ, પોહા ચેવડો, ફરાળી ચેવડો,મસાલા સિંગ, પંચરત્ન ચેવડો સહિતની 13 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવેલી છે ઓટોમેટિક મશીન અને અત્યાધુનિક ઉત્પાદન સાથે આ પ્રોડક્ટ સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ થઇ છે અને પ્રીમિયર બ્રાન્ડ હવે ધીમે ધીમે ગરે ઘરે ઉપલબ્ધ થશે આ પ્રસંગે અભિનેત્રી અમિષા પટેલે પણ પ્રીમિયર બ્રાન્ડની નમકીનનો સ્વાદ દાઢે વળગે તેવું હોવાનું જણાવ્યું હતું
એસ એસ નમકીન દ્વારા પ્રારંભિક રૂપથી 13 નમકીન લોન્ચ કરવામાં આવી છે , જેમાં સૂકી કચોરીથી લઈને શીંગ ભજીયા અને દાબેલા મગથી લઈને કાઠિયાવાડી ચવાણું ઉપલબ્ધ થશે તો ટૂંક સમયમાં બજારમાં નમકીન અને બેકરીની અન્ય પ્રોડક્ટ પણ ઉપલબ્ધ થશે એટલું જ નહિ આ તમામ પ્રોડક્ટ ફુલ્લી ઓટોમેટિક મશીન દ્વારા તૈયાર કરવામાં આવે છે અને સ્વચ્છતાના ઉત્તમ ગુણધર્મો આધારિત તૈયાર કરવામાં આવે કે સાથે ફેટ અને અન્ય નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરનારા તમામ માટે ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વસ્થ રૂપથી બેસ્ટ છે.
આ તકે અભિનેત્રી અમિષા પટેલે પ્રેસ કોનફરસ સંબોધતા જણાવ્યું હતું કે ’ હું એક ગુજરાતી છું, ગુજરાતમાં આવું ત્યારે મારા ઘરે આવી હોવ તેવું લાગે છે’ખાસ કરીને બોલીવુડને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે, હાલ વેબસિરિઝે જુદા જુદા ક્ષેત્રમાં નવા દ્વાર ખોલ્યા છે’ જ્યારે કીશાન આંદોલન, રાજકારણ મુદ્દે બોલવાની સ્પષ્ટ ના પાડી હતી.