ભારતમાંથી વહેતી સિંઘુ નદીનું પાકિસ્તાનના ભાગનું પાણી રોકી લેવાના નિર્ણયથી પાકિસ્તાનમાં સન્નાટો
કાશ્મીરના પુલવામાં થયેલા આત્માઘાતી આતંકી હુમલા બાદ દેશભરમાં આતંકવાદી અને તેના આકા પાકિસ્તાન સામે ઉગ્ર જનાક્રોશ જોવા મળી રહ્યો છે. આ જનાક્રોસને પારખીને કેન્દ્રની મોદી સરકારે પાકિસ્તાન સામે વિવિધ મુદે સંકજો કસવા લાગ્યો છે. આ હુમલામાં પાકની સંડોવણીના પૂરાવા વિશ્વભરનાં દેશોને આપીને ભારતે આતંકવાદના મુદે પાકને ખૂલ્લુ પાડી દીધું હતુ જે બાદ મોદી સરકારે પાકિસ્તાનની જીવદોરી સમાન સતલજ, રાવ, બિયાસ બાદ હવે સિંધુ નદીનું પાકિસ્તાનના ભાગનું પાણી ભારતમાં રોકી દેવાનો નિર્ણય કર્યો છે. જેથી, પાકિસ્તાનનું અર્થતંત્ર તુટી જવાની સાથે પાણીના એક એક ટીપા માટે વલખ મારવા પડે તેવી સ્થિતિ નિર્માણ થવાની સંભાવના સેવાઈ રહી છે.
પુલવામાં આતંકવાદી હુમલા બાદ તમામ મોરચે પાકિસ્તાન ફરતે ઘેરાબંધીના એક પછી એક પગલા લેવાઈ રહ્યા છે. તેમાં ભારતની નદીઓમાંથી વહેતુ પાણી રોકવાની તૈયારીઓ પર અમલમાં લાવવાના સંકેતો મળ્યા છે.
પાકિસ્તાન સામેના વોટરવોર અંગે ભાજપના નેતા, જળસંશાધનમંત્રી નિતિન ગડકરીએ ગઈકાલે પાકિસ્તાનની પાણી આધારીત આર્થિક વ્યવસ્થા નાબુદ કરવા નિતિન ગડકરીએ પોતાના વિભાગને સિંધુ નદીનું પાકિસ્તાનના ભાગનું પાણી પણ રોકવા કાર્યવાહીના સંકેતો આપ્યા છે.
નિતિન ગડકરીએ ભારત પાક વચ્ચે થયેલી સિંધુ જળ સંધી મુજબ પાકિસ્તાનને ફાળે જતાં સિંધુના પાણક્ષના જથ્થાને અટકાવી શકાય કે કેમ તેની શકયતાના આદેશો આપ્યા છે.
પાકિસ્તાનના આતંક અને તેની નીતિઓને લઈને નિતિન ગડકરીએ કહ્યું હતુ કે મેં મારા વિભાગનું પાકિસ્તાનના ભાગનું પાણી કયાં કયાં રોકી શકાય તેની ટેકનીકલ શકયતાઓનો આદેશ આપ્યો છે.
જોકે આ અંગે વધુમાં ગડકરીએ જણાવ્યું હતુ કે આ નિર્ણય વડાપ્રધાન અને સરકાર કક્ષાએ લેવાનું હોય છે. પરંતુ મે આ અંગે મારી રીતે તૈયારી કરી છે. અત્યાર સુધી પાકિસ્તાનને માનવતાના અભિગમ સાથે ભારત સિંઘ જળ સંધીમાં પાણીની વહેંચણી વ્યવસ્થામાં ભારત ને જેટલું જરૂર હોય છે તેટલું જ પાણી રોકે છે. પરંતુ હવે જયારે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ રાખી શકાય નહિ તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે સિંધુ નદીના પાકિસ્તાનના પાણીને પણ રોકી લેવાની દિશામાં ચક્રોગતિમાન થયા છે.
તેમણે જણાવ્યું હતુ કે આતંકવાદી ગતિવિધિઓ કરનાર પાકિસ્તાન સાથે માનવતનો અભિગમ રાખવાની કોઈ જરૂર નથી. સિંધુ નદીમાં વહેતુ પાકિસ્તાનન ભાગનું પાણી જો રોકી લેવામાં આવે તો પાકિસ્તાનની ૯૦% ખેતી મોટાભાગની વિજળીની જરૂરીયાતતો અને ઉદ્યોગ ખલાસ થઈ જાય.
ભારત હવે પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાનો વ્યવહાર કરવા મકકમ બન્યું છે.