પલાળીયા બાદ કેરીમાં રહેલી ગરમી અને કેમિકલ નીકળી જતા અનેક રીતે ઉપયોગી નીવડે છે

ફળોનો રાજાને પલાળીયા પછી જો આરોગવામાં આવે તો તે મોજ કરાવી દેશે. મોજ એટલે કઈ રીતે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. ઉનાળાની ઋતુ શરૂ થતા જ લોકો કેરીનું સેવન કરતા હોય છે અને આનંદની લાગણી અનુભવતા હોય છે પરંતુ એ જાણવું જરૂરી છે કે કેરી ને જો ખાતા પહેલા તેને 30 મિનિટ પલાળવામાં આવે તો તે અનેકવિધ રીતે ગુણકારી અને ઉપયોગી નીવડે છે. જો કેરીને પલાળવામાં આવેલી હોય તો કેરીમાં રહેલી ગરમીનું પ્રમાણ નહીવત થઈ જતું હોય છે અને તબીબી ક્ષેત્ર સંકળાયેલા તજજ્ઞનું પણ માનવું છે કે કેરીને ખાતા પહેલા તેને 30 મિનિટ પાણીમાં પલાળવી જોઈએ.

એટલું જ નહીં કેરીને ફરાળીયા બાદ તેમાં રહેલા જે કેમિકલ હોય તે પણ દૂર થઈ જતા હોય છે અને તેમાં રહેતા પેસ્ટીસાઈડ અને જમ્સનો પણ ના થાય છે. જો કેરીને પલાળવામાં આવવામાં ન આવી હોય તો તેની રહેલી ગરમી માનવ શરીરમાં પિમ્પલ્સ જેવી ઊભી કરે છે. ત્યારે હિતાવવા એ જ છે કે યોગ્ય રીતે કેરીને પલાળવામાં આવે જો એ કરવામાં આવે તો તે સાયટીક એસિડને પણ દૂર કરી દે છે અને કેલ્શિયમ જેવા પદાર્થ ને માનવ શરીરમાં વિકસાવે છે જેનાથી વ્યક્તિ સ્વસ્થતા અનુભવે. બીજી તરફ એ પણ જાણવું એટલું જ જરૂરી છે કે જો યોગ્ય રીતે કેરીને પલાળવામાં આવી ન હોય તો તમારી પાચન ક્રિયા ડામાંડોર થઈ જતી હોય છે. જો કોઈ વ્યક્તિને કેરી ખાયા બાદ માથામાં દુખાવો, અપચો તથા શરીર તૂટતું હોય તો તેઓએ ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.

કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને તે બધાં ફળનો રાજા પણ માનવામાં આવે છે. કેરીમાં વિવિધ રંગો પણ જોવા મળે છે અને ઘણા લોકો માટે તે એકદમ પ્રિય ફળ પણ છે. આપણે કેરી ખાવાના ફાયદા વિશે તો આપણે જાણીએ છીએ પણ આ ફળ ખાવાની કેટલીક આડઅસરો પણ છે. જેને જાણવું તમારા માટે તેટલું જ જરૂરી છે. કેરીમાં વિટામીન એ અને વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. તેથી કેરી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાદ્ય વિજ્ઞાન અને ખાદ્ય સુરક્ષાની વ્યાપક સમીક્ષાના અભ્યાસ અને સંશોધનમાં એ વાત સામે આવી છે કે કેરીમાં હાજર ફાઇબર રોગો સામે લડવાની પ્ર્રતિરોઘક ક્ષમતા વિકસાવે છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે રક્ષણ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.