રાજકોટ: પોલીસને જોઈ ભાગેલા બે શખ્સોની કાર પલ્ટી ખાઈ ગઈ: 24 બોટલ દારૂ મળ્યો
પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાવો મારી કાર ભગાવી હતી
તરઘડીના બે શખ્સોની ધરપકડ કરી એકની શોધખોળ હાથ ધરી
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાથી પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ વધારી ગુનેગારો પર ઘોસ બોલાવવામાં આવી રહી છે.ત્યારે ગઈકાલ રાત્રીના કુવાડવા નજીક ફાળદંગથી રફાળા ગામ તરફ રોડ ઉપર કુવાડવા પોલીસને બાતમી મળી હતી કે એક દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાથી વોચ પર ગોઠવાઈ હતી જેના આધારે દારૂ ભરેલી કારની વોચમાં રહેલી પોલીસને જોઈ ચાલકે કાર કાવો મારી હંકારી મુકતા પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. થોડે દૂર આ કાર નવા બનતા રસ્તા પર કાકરીના ઢગલા ઉપર ચડી જતા પલ્ટી ખાઈ ગઈ હતી.જેથી પોલીસે ત્યાં પહોંચી કાર ચાલક સહિત બે શખ્સોને પકડી દારૂની 24 બોટલ મળી કુલ રૂ.7.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
વિગતો અનુસાર ધરપકડ કરાયેલામાં મિતુલ ભગવાનજીભાઈ રામાણી (ઉ.વ.28) અને મહેશ ઉર્ફે સલીયો રમેશભાઈ કાકડીયા (ઉં.વ.40, રહે. બંને તરઘડીયા ગામ તા.રાજકોટ)નો સમાવેશ થાય છે. પૂછપરછમં આરોપીઓ દારૂ ભરત સોરાણી (રહે. બેડલા ગામ) પાસેથી લાવ્યાની કેફીયત આપતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. ફાળકંગથી રફાળા ગામ તરફ નંબર વગરની બ્રેઝા કારમાં બે શખ્સો દારૂ લઈને જતા હોવાની બાતમીના આધારે કુવાડવા પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૂ ભરેલી કાર નિકળતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાવો મારી કાર રફાળા ગામ તરફ હંકારી મુકતા પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો.
થોડે દૂર રફાળા ગામ તરફ નવા બનતા રોડ ઉપર દારૂ ભરેલી કાર કાકરીના ઢગલા ઉપર ચડી પલ્ટી ખાઈ ગઈ હતી. આ સમયે પીછો કરતી પોલીસે ત્યાં પહોંચી કાર ચાલક સહિત બંને શખ્સોને પકડી તલાસી લેતા કારમાંથી રૂા.12 હજારની કિંમતની દારૂની 24 બોટલ મળી આવતા દારૂ ઉપરાંત કાર અને મોબાઈલ સહિત કુલ રૂા.7.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ઉ્લેખનીય છે કે,તાજેતરમાં જ સી.પી કચેરી પાસેથી દારૂ ભરેલી એક કાર મળી આવી હતી.જેમાં ટ્રાફિક વોર્ડની સંડોવણી નીકળ્યા તેની ધરપકડ કરી કાર્યવાહી હાથધરવામાં આવી હતી .