ગુજરાતી અભિનેત્રી સાચી પેશવાની એ ફેસબુકના માધ્યમ દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક કોરોના દર્દીને તાત્કાલિક O+ કોવિડ પ્લાઝમા બ્લડની જરૂર છે તેવી પોસ્ટ મુક્ત મિહિર મોદી ને જાણ થતા તેને તુરત તેના પિતા ઉપેન મોદી, મુકેશ દોશી અને કેતન મેશવાની ને જાણ કરી અને જે લોકો છેલ્લા આઠ દિવસથી કોરોના વાયરસથી પીડિત છે અને જેને પ્લાઝમા બ્લડની જરૂર છે તેવા દર્દીઓને જીવનદાન મળી રહે અને પ્લાઝમા ના અભાવે કોઈ દર્દી મૃત્યુ ના મુખમાં ન હોમાય તે માટે કોરોના રોગ મુક્ત થયેલ લોકોનો સંપર્ક કરી પ્લાઝમા ડોનેટ કરે તે માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે.
તેમને તુરત રાજકોટના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ જાણીતી પેઢી પી.એમ.પી ટ્રાન્સપોર્ટ વાળા શ્રી રક્ષિતભાઈ સુરેશભાઈ ભંડેરીને વિનંતી કરતા અડધી રાત્રે સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક જઈ પોતે પ્લાઝમા બ્લડ ડોનેટ કર્યું. અને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું.
આ કાર્યમાં સિવિલ બ્લડ બેન્કના ડો. કૃપાલ પુજારા, ડો મહેશ વાટકીટા, અને ડૉ નયના ભાલોડિયા એ ખુબજ સુંદર વ્યવસ્થા ગોઠવી.