અનુભવી કર્મચારીઓને જે-તે ભવનનાં વડા પરત રાખી શકશે
એકબાજુ કોરોનાની મહામારીને લઈ દેશભરમાં શાળા-કોલેજો હાલ પુરતી બંધ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિવૃતિ બાદ પણ ફરજ બજાવતા ૬૮ કર્મચારીઓને આજે છુટા કરી દેવાયા છે.
આ તમામ કર્મચારીઓની ગઈકાલે જ કહી દેવાયું હતું કે, કાલથી ફરજ પર ન આવતા. કોરોનાને લીધે હાલ યુનિવર્સિટીમાં કામનું ભારણ પણ ઓછુ છે. યુનિવર્સિટીનાં અલગ-અલગ વિભાગ અને ભવનોમાં ૬૮ કર્મચારીઓ એવા છે કે, જે લોકો નિવૃતિ બાદ પણ સેવાનો લાભ લેવા કોન્ટ્રાકટ બેઈઝ નોકરી રખાયા હતા જોકે શનિવારે મળેલી સિન્ડીકેટની બેઠકમાં ઠરાવ થયો હતો કે નવયુવાનોને તક આપવા માટે નિવૃતિ બાદ ફરજ બજાવતા તમામ કર્મચારીઓને છુટા કરવાના રહેશે જે મુજબ આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૬૮ કર્મચારીઓને છુટા કરાયા છે જોકે આવા કર્મચારીઓમાંથી જે અનુભવી કર્મચારીઓ છે કે જેઓ હજુ પણ સેવા આપવા માંગે છે તો તેઓને જે-તે ભવનનાં વડા પરત રાખી શકશે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિવૃતિ બાદ ૬૮ જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હતા આ કર્મચારીઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે જોકે યુવાનોને નોકરીની તક મળે તે માટે સિન્ડીકેટની બેઠકમાં ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવ મુજબ નિવૃત ૬૮ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે.