હિતોના ટકરાવ રોકવા કમિટી નાકામ હોવાનો પત્ર બીસીસીઆઈને લખતા ચકચાર
બીસીસીઆઈમાં જાન્યુઆરીમાં લોઢા કમિટીની ભલામણોનો અમલ કરાવવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા ચાર જણાની કમિટી ગત જાન્યુઆરીમાં બનાવવામાં આવી હતી. જેમાંથી એક રામચંદ્ર ગુહા હતા. ગઈકાલે તેમણે બીસીસીઆઈના પ્રશાસકના પદેથી રાજીનામું આપ્યું હતું. આજે તેમણે આ અંગે માહિતી આપતો પત્ર બીસીસીઆઈને લખ્યો હતો.
ગઈકાલે રાજીનામું આપનાર રામચંદ્ર લોહા પ્રસિઘ્ધ ઈતિહાસકાર છે. તેમણે બીસીસીઆઈના પ્રશાસક પદેથી રાજીનામું આપતા તેમના રાજીનામા અંગે તર્ક-વિતર્ક થઈ રહ્યા હતા. આ રાજીનામું તેમણે સુપ્રિમ કોર્ટમાં રજુ કર્યું હતું. ગઈકાલે તેમણે શા માટે રાજીનામું આપ્યું છે. તે અંગે માહિતી આપી ન હતી. પરંતુ આજરોજ રામચંદ્ર ગુહાએ બીસીસીઆઈને એક પત્ર લખી આ બાબતે પ્રકાશ પાડતો પત્ર લખ્યો હતો. આ પત્રમાં બીસીસીઆઈમાં ગાવસ્કર અને દ્રવિડના વલણો સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમજ હિતોના ટકરાવ રોકવા કમિટી નાકામ ગઈ હોવાના આક્ષેપ કર્યો હતો. આ અંગે હાલ બીસીસીઆઈના સુત્રો દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
પરંતુ આ અગાઉ પણ બે પ્રશાસકોને બીસીસીઆઈમાંથી હકાલપટ્ટી કર્યા બાદ નવી કમિટીના પ્રશાસકોમાંથી ગુહા એક હતા તેમના દ્વારા થતા સવાલ ઉઠાવવામાં આવતા બીસીસીઆઈ અંગે ક્રિકેટના ચાહકોમાં જાણવાની જીજ્ઞાશા વધી હતી.