રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબએ શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ, ચોરી, લુંટ, વાહન ચોરી, છેતરપિંડી જેવા ગુનાહ નાબુદ કરવા અંગે સુચના આપેલ છે. આ બધા ગુનાહને રોકવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. તે દરમિયાન પોલીસને OLXમાં વેચવા માટે મુકેલ કાર અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ભાડે અપાતી કાર પરત ના કરતા આરોપી અંગે બાતમી મળી હતી.
મળેલી બાતમીના આધારે પોલીસે છેતરપિંડી કરી કારને બારોબાર વેચી નાખતી ટોળકીના એક સભ્યને આજીડેમ ચોકડી નજીકથી પકડી પાડ્યો હતો. આ આરોપીને પકડતા વડોદરા શહેરનની હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસનો પણ ભેદ ઉકેલવામાં આવ્યો હતો. આરોપી આશિષ મકવાણાની પુછપરછ કરતા પોલીસને ટોળકીના બીજા 4 શખ્સોના નામ સામે આવ્યા.
આ આરોપીએ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ઘંધો કરવા વારા અને સેલ્ફ ડ્રાઈવ કાર ભાડે આપતા હોય તેવા લોકોનો ઓનલાઇન એપ્લિકેશન જેવી કે જસ્ટ ડાયલ, OLX માંથી કોન્ટેક્ટ નંબર મેળવી તે લોકો પાસેથી બહારગામ ફરવા જવાનું બહાનું કાઢી ગાડી ભાડે લઈ લેતા. આ બધી ગાડીઓને મૂળ મલિકને પરત ના કરી બારોબાર વેચી નાખતા હતા.
ગાડી ભાડે લેતી વખતે આ લોકો કોઈ અજાણ્યા વ્યક્તિના ડોક્યુમેન્ટ પ્રુફ તરીકે આપતા. બીજાના નકલી ડોક્યુમેન્ટ બનવાનું કામ હિતેશ ઉર્ફ રોબર્ટ કરતો હતો. આ ટોકળી જયારે તેના જેવી બીજી ગેંગને આ ગાડી વેંચતા ત્યારે કોડવર્ડ તરીકે ‘આ ભૂલી જવાની ગાડી છે’ તેનો ઉપીયોગ કરતા. આ કોર્ડવર્ડ સાંભળતા જ ગેંગના લોકો સમજી જતા.