સુદાનમાં ધાર્મિક પુસ્તકો વાંચીને વૈરાગ્ય જાગ્યો રાજકોટ આવીને સંયમ અંગીકાર કર્યો
ઇન્દ્રપ્રસ્થનગર આરાધના ભવનથી જય જય નંદા જય જય ભદાના જયઘોષ સાથે પાલખી યાત્રા નીકળી
ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના સ્વ.પૂ.અનસુયાજી મ.સ.ના પરિવારના પૂ.ચંદ્રિકાજી મ.સ.રાજકોટ ખાતે તા.૧૭/૧૨/૨૦૨૦ના સમાધિભાવે કાળ ધમે પામ્યા હતા.
ઉપલેટા નિવાસી પૂણ્યવંત પિતા દલીચંદભાઈ કામદાર અને રત્નકુક્ષિણી માતુશ્રી લાભકુંવરબેન ની કૂખે ધમે પ્રેમી કામદાર પરિવારમાં કસાલા – સુદાનમાં અમિતાજીનો જન્મ થયેલ. શૈક્ષણિક અભ્યાસ તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કરેલો. પશ્ચિમી વાયરો,વિલાસી વાતાવરણ, સંસારના અનેક આકષેણો વચ્ચે પરદેશની ભૂમિ ઉપર આત્મા યાદ આવવો કપરો હોય છે. તેઓને જૈન ધમે ખૂબ જ ગમતો.પરદેશમાં જયારે – જયારે સમય મળે ત્યારે તેઓ પૂ.સંત – સતિજીઓ લિખિત ધાર્મિક પુસ્તકોનું=ષ વાંચન કરે. ધાર્મિક =ાસાહિત્ય પઠન કરતાં – કરતાં વૈરાગ્યના ભાવ થયા.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂજ્ય ચંદ્રિકાજી મ.સ.તથા પૂ.અમિતાજી મ.સ.બંને સગા બહેનોએ રાજકોટની પાવન ભૂમિમાં આવી સંયમ અંગીકાર કર્યો. મોટા સંઘના ઉપક્રમે જૈન બોર્ડીંગની પુણ્ય ભુમિ ઉપર મહા સુદ અગિયારસ, વિ.સં.૨૦૩૩ ના રોજ સંયમ અંગીકાર કરેલ. દીક્ષા મહોત્સવ તપ – ત્યાગ પૂવેક ઉજવાયેલ. *બોટાદ સંપ્રદાયના પંડિત રત્ન પૂ.નવીનચંદ્રજી મ.સાહેબે તેઓને દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ ભણાવેલ.
છેલ્લા થોડા સમયથી અસાધ્ય બિમારીની વચ્ચે પણ તેઓની સમતા અને સહનશીલતા પ્રશંસનીય હતી.રાજકોટ શ્રી ઈન્દ્રપ્રસ્થનગર આરાધના ભવન ખાતે તેઓ બીરાજમાન હતાં. પંડિત રત્ના પૂ.વનિતાજી મ.સ.એ અંતિમ સમયની સુંદર આરાધના, આલોચના, આત્મ શુધ્ધિ વગેરે કરવામાં આવ્યું હતું. પૂ.ચંદ્રિકાજી મ.સ.તા.૧૭/૧૨/૨૦૨૦ સાંજે ૫:૩૫ કલાકે સમાધિભાવે નમસ્કાર મહા મંત્રના સ્મરણ સાથે કાળ ધમે પામેલ છે.
સેવાભાવી જયશ્રીબેન શાહ,ધીરુભાઈ વોરા,રજનીભાઈ બાવીસીએ પણ સેવા – વૈયાવચ્ચમાં સહયોગ આપેલ ચંદ્રકાન્તભાઈ શેઠની સેવા પણ નોંંધનીય રહેલ.દુબઈ સ્થિત પૂ.મહાસતિજીના સંસારી ભાઈ હસમુખભાઈ કામદારની સેવા નોંધનીય હતી. સેવાભાવી દિનેશભાઈ દોશી, હિતેષભાઈ દોશી, નલીનભાઈ બાટવીયા, રેખાબેન શાહ, મીરાબેન શાહ, શીતલબેન ઉચાટ વગેરેની સેવા પ્રશંસનીય રહી છે. વતેમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારી ગાઈડ લાઈન મુજબ મયોદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આજે સવારે ૮:૩૧ કલાકે રાજકોટ ઈન્દ્રપ્રસ્થનગર ખાતેથી જય જય નંદા,જય જય ભદાના જયઘોષ સાથે પાલખી યાત્રા નીકળી હતી.