સુખ સાગર સોસાયટીના યુવક અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી: પ્રેમીના મકાનની અગાશી પરથી પડી ગયાનું યુવતીએ જાહેર કર્યુ
મવડી વિસ્તારમાં આવેલા સ્પ્રીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતી યુવતી અને 150 ફુટ રીંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોક નજીક સુખસાગર સોસાયટીના યુવકે પ્રેમ લગ્ન કરવાની યુવતીને લાલચ દઇ અવાર નવાર બળાત્કાર ગુજારી લગ્ન ન કરી ઘરે બોલાવી માતા-પિતાની મદદથી મોબાઇલના ચાર્જરના કેબલથી ગળુ દાબી માર માર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુખસાગર સોસાયટીના નિરવ પરેશ ધંધુકીયાએ જયાં કામે જતો ત્યાં પોતાના માસીના ઘરે આવતી યુવતી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. નિરવ ધંધૂકીયાએ લગ્ન કરશે તેવું કહી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. પ્રેમ ઝાળમાં ફસાવી પોતે લગ્ન કરશે તેમ કહી અવાર નવાર બળાત્કાર ગુજારી લગ્ન અંગેની ચર્ચા કરવા યુવતીને ઘરે બોલાવી નિરવના પિતા પરેશ ધંધુકીયા અને માતા ભારતીબેન ધંધુકીયાએ મોબાઇલના ચાર્જરના કેબલથી ગળુ દાબી દીધાનું અને નિરવે માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ઘવાયેલી યુવતીને સારવાર માટે નિરવ ધંધુકીયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે પોતાના પ્રેમી નિરવ ધંધુકીયાના મકાનની અગાશી પરથી પડી જતા ઇજા થયાનું જાહેર કર્યુ હતુ ત્યાર બાદ પોલીસ તપાસ દરમિયાન નિરવ ધંધુકીયા, તેની માતા અને પિતાએ ઘરે બોલાવી માર માર્યા અંગેની અને અવાર નવાર બળાત્કાર ગુજાર્યા અંગેનું જણાવતા યુવતીની ફરિયાદ પરથી દક્ષિણ વિભાગ એસીપી બી.જે.ચૌધરી સહિતના સ્ટાફે નિરવ ધંધુકીયા, તેની માતા ભારતીબેન અને પિતા પરેસ ધંધુકીયા સામે બળાત્કાર ગુજાર્યાની, માર માર્યાની અને જ્ઞાતિ અંગે અપમાનિત કર્યા અંગેનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.