રાજકુમાર હિરાનીએ હાલમાં જ સંજય દત્તની લાઈફ પર સંજૂ નામની બાયોપિક બનાવી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે અને લોકોને પણ ફિલ્મ ઘણી પસંદ આવી છે. જો કે એક ખાસ વર્ગ છે જેને આ ફિલ્મ પસંદ નથી આવી, તેમનું કહેવું છે કે આ ફિલ્મ સંજય દત્તની છબિ સુધારવા માટે બનાવવામાં આવી છે. ત્યારે હવે ફિલ્મમેકર રામગોપાલ વર્માએ જાહેરાત કરી છે કે તે સંજય દત્તના જીવન પર ફિલ્મ બનાવશે અને તેમાં પૂરેપૂરું સત્ય જણાવશે.

રિપોર્ટ પ્રમાણે, રામગોપાલ વર્માની ફિલ્મનું નામ સંજૂ: ધ રિયલ સ્ટોરી છે અને રામગોપાલ વર્માએ ફિલ્મ પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ સંજય દત્તની લાઈફની માત્ર બે ઘટનાઓ પર આધારિત હશે, અઊં-૫૬ રાઈફલ અને ૧૯૯૩ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ. ગુરુવારે જ્યારે અમારા સહયોગી મિરરે રામગોપાલ વર્મા સાથે વાત કરીએ તો તેમણે ક્ધફર્મ કર્યું કે, તે સંજય દત્તના જીવન પર ફિલ્મ બનાવી રહ્યા છે.

સૂત્રોના મતે રામગોપાલ વર્માએ જ્યારે સંજૂ જોઈ તો તેમને ફિલ્મ પસંદ આવી. પરંતુ વર્માને એ વાતનું દુ:ખ થયું કે આ ફિલ્મમાં સંજય દત્તની કાયદાકીય લડાઈ, અઊં-૫૬ અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટવાળી ઘટનાઓને યોગ્ય રીતે નથી બતાવવામાં આવી. જ્યારે દર્શકો આ જ ઘટનાઓ વિશે હકીકત જાણવા માગતા હતા, કારણકે આ ઘટનાઓને લઈને વિવાદ થયો હતો.

રામગોપાલ વર્માની ફિલ્મમાં ઘણી ડિટેલ્સ હશે. જેમકે, એ કોણ લોકો હતા જેમણે સંજય દત્તના પરિવારને ધમકી આપી હતી, જેના કારણે સંજય દત્ત અઊં-૫૬ રાખવા મજબૂર થયો હતો. કેવી રીતે સંજય દત્ત આ કારણે ફસાયા અને રાઈફલનો નાશ કરવામાં આવ્યો. જણાવી દઈએ કે, ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ બાદ સંજય દત્તે કબૂલ કર્યું હતું કે, અઊં-૫૬ રાઈફલ અંડરવર્લ્ડ ડોન અબૂ સાલેમ અને રિયાઝ સિદ્દીકીએ તેના ઘરે ડિલિવર કરી હતી. આ હથિયાર એ ષડયંત્રનો હિસ્સો હતા જે મુંબઈ પર અટેક કરવા માટે રચવામાં આવ્યું હતું.

કબૂલનામું આપતી વખતે સંજય દત્તે કહ્યું હતું કે, જ્યારે ધમકીઓ મળવા લાગી હતી ત્યારે બહેનો નમ્રતા અને પ્રિયાને બચાવવા માટે રાઈફલ પોતાની પાસે રાખી હતી. જો કે હવે જોવાનું એ રહેશે કે રામગોપાલ વર્મા સંજય દત્ત પર ફિલ્મ બનાવવામાં કેટલા સફળ થાય છે. સંજૂમાં રણબીર કપૂરે સંજય દત્તનો રોલ પ્લે કર્યો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે રામગોપાલ વર્મા પોતાની ફિલ્મમાં સંજય દત્તના રોલમાં કોને લે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.