અતુલ ઓટો કંપનીની રજૂ થયેલી સીએનજી રીક્ષા ‘રીક’ કિલોએ 40 થી 45 કિ.મી.ની એવરેજ આપે છે. જામનગરમાં ન્યુ ચાંદ્રા મોટર સાયકલ એજન્સી હાપા ખાતે અતુલ ઓટો લિમિટેડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ અત્યંત આધુનિક ફીચર સાથે ની રિક પેસેન્જર રિક્ષાનું (સિએનજી) મોડેલ અતુલ ઓટોના ડિરેક્ટર મહેશભાઈ ચાંદ્રા દ્વારા રિબન કાપી ખુલ્લું મુકવામાં આવેલ હતું. તે પહેલા દીપ પ્રાગટય દેવર્ષિ ચાંદ્રા, યજ્ઞ ચાંદ્રા, કિશોર ચાંદ્રા અતુલ ઓટોના રિજયોનલ મેનેજર દશરથ ચૌધરી ફાઇનાન્શ્યલ મિત્રો, ગ્રાહકો અને મીડિયા કર્મીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રિકની વિષેશતા અંગે દેવર્ષિ ચાન્દ્રાં અને દશરથ ચૌધરી એ જણાવ્યું હતું કે અતુલ દ્વારા રિક પેસેજર રીક્ષા સીએનજીના માં સૌથી પ્રથમ તેનું સુદ્રઢ માઈલેજ છે જે 40 થી 45 કિલોમીટરની એવરેજ આપે છે, એક વર્ષની ફૂલ્લી મેન્ટેનંશ ફ્રી અને સર્વિસની ગેરન્ટી આપવામાં આવે છે. રિક રીક્ષા કાર જેવું ડેસ્કબોર્ડ ડ્રાઈવર અને પેસેન્જર ને બેસવાની આરામ દાયક જગ્યા તથા કાર્ગો રાખવાની વ્યવસ્થા, પેસેન્જરની સેફ્ટી માટે બને બાજુ ડોર મુકવામાં આવ્યા છે. આવી અનેક વિશેષતા ધરાવતી અતુલ રિકને ખરીદનાર ઓનરને તેના ઘર પરિવારને સુખી સંપન્ન રાખવા માટે પૂરતું વળતર આપવા સક્ષમ છે. તેમજ પેસેન્જરને પણ રિકની મુસાફરી આરામદાયક અને સંતોષ જનક હોવાની પ્રતીતિ કરાવે છે.
રિકનું જામનગર સહીત 22 જગ્યાએ લોન્ચિંગ કરવામાં હતું. તેવી જ રીતે રિક ખરીદવી પણ આશાન છે. ખરીદનાર 25000 રૂપિયા ની મામૂલી રકમના ઇન્વેસ્ટમેન્ટ સાથે ખુશ્બૂ ઓટો ફાઇનાન્સનું બાકીનું ફાઇનાન્સ પણ સ્થળ પરજ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
દશરથ ચૌધરીએ વધુમાં અતુલની અન્ય પ્રોડક્ટ વિશે જણાવ્યું હતું કે ડીઝલ, સીએનજી અને ઇલેટ્રિક કાર્ગો અને પેસન્જર વાહન પણ ઉપ્લબ્ધ છે. જેમાં ખાસ કરી ઈલેટ્રિક રીક્ષા ઉપર કેન્દ્ર સરકાર દ્વારા 37000 રૂપિયા તેમજ 48000 રૂપિયા ગુજરાત સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી રહી છે. અતુલ ઓટો દ્વારા વેચાણ અને સર્વિસ પોઇન્ટના વ્યાપક માળખા સાથે અતુલ દ્વારા ઉતારવામાં આવેલ નવું રિક પેસેન્જર રીક્ષાના નવા મોડલને ખુબ સારો આવકાર મળી રહ્યો છે.