રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે મરચાની આવક કરવા દેવામાં આવી છે. જેમાં 25 હજારથી પણ વધારે ભારીની આવક થઈ હતી. બે દિવસથી રાજસ્થાનના વેપારીઓ રાજકોટ ખરીદી કરતા હતા.જ્યારે આજે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી પણ વેપારીઓ ખરીદી કરવા આવ્યા હતા.
વેપારીઓનું યાર્ડના હોદેદારોએ કર્યું સન્માન
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચાની આવક વધતા બહારના રાજ્યોમાંથી ઘણા વેપારીઓએ રાજકોટ યાર્ડ ને ખરીદી કરવા માટે પસંદ કર્યું છે.ત્યારે બધા વેપારીઓને યાર્ડ દ્વારા ઓફિસે બોલાવીને સન્માનિત કરાયા હતા અને વધુ પડતો વેપાર થાય અને ખેડૂતો ને યોગ્ય ભાવ મળી રહે તેની કાળજી લેવી તેવી વિનંતી કરવામાં આવી હતી.
આજે 2500 ભારી મરચા ની હરરાજી થઈ તેમાં ભાવ ની વાત કરીએ તો આજે 2500 થી 3500 સુધીના ભાવ જોવા મળ્યા હતા.આ તકે રાજકોટ માર્કેટીંગ યાર્ડ ના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢીયા તેમજ વેપારી ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા.