ઓક્ટોબર-6ના રોજ પગપાળા સોનિયા ગાંધી યાત્રામાં જોડાઈ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશે
કોંગ્રેસની ભારત જોડો યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચશે. ત્યારે આ યાત્રામાં પુનિયા ગાંધી પણ જોડાવા જઈ રહ્યા છે હાલ તેઓ વિદેશ પોતાના મેડિકલ ચેકઅપ માટે હતા ત્યારબાદ તેઓ સ્વાસ્થ્ય થતા ની સાથે જ આગામી મહિનાઓમાં જે ચૂંટણીઓ યોજવા જઈ રહી છે તેમાં કોંગ્રેસનું ઉત્કૃષ્ટ પ્રદર્શન થાય અને સત્તા હસેલ કરે તે માટે ભારત જોડો યાત્રામાં તેઓ જોડાશે.
ડીકે શિવકુમારે માહિતી આપી હતી કે, પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ભારત જોડો યાત્રાના કર્ણાટક તબક્કા દરમિયાન પદયાત્રામાં જોડાશે. કર્ણાટક વિધાનસભાની 224 સભ્યોની ચૂંટણી આવતા વર્ષે મે અથવા તે પહેલા યોજાવાની છે. જયારે લોકસભાની ચૂંટણી તેના આગામી વર્ષ એટલે કે 2024માં યોજાશે. એટલા માટે કોંગ્રેસ માટે કર્ણાટક મહત્વનું છે. રાજ્યમાં ભાજપની સરકાર છે. કોંગ્રેસનો પ્રયાસ રહેશે કે લોકસભાની ચૂંટણીની સાથે સાથે ભારત જોડો યાત્રા દ્વારા કર્ણાટકમાં પોતાનો પગ પેસારો શરૂ કરે.
સોનિયા ગાંધી 6 ઓક્ટોબરના રોજ યાત્રામાં જોડાશે. રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય મહાસચિવો ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા અને ઘણા નેતાઓ યાત્રાની સમીક્ષા બેઠકમાં સામેલ થયા હતા. વેણુગોપાલે કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોઈ પણ દિવસે કર્ણાટકમાં ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે અને પ્રિયંકા ગાંધી પણ અલગથી જોડાશે.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં ખૂબ શુચારૂ રૂપથી આગળ વધી રહ્યા છે અને તેઓ ગુંદલુપેટ કે જે કર્ણાટકમાં આવેલું છે ત્યાં તેઓ 30 સપ્ટેમ્બરના રોજ પહોંચ્યા હતા. ભારત જોડો યાત્રા હાલ જે કર્ણાટકમાં પહોંચી છે તે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે જોવા યાત્રામાં કોંગ્રેસ ગંભીરતાથી ધ્યાન નહીં દે તો તેની માંથી અસરનો સામનો પણ કરવો પડશે કારણ કે હાલ કર્ણાટકમાં ભાજપનું શાસન છે ત્યારે કોંગ્રેસે પોતાનો પગદંડો જમાવવા માટે ખૂબ કામ કરવાનું બાકી છે.