ગીર સોમનાથ જિલ્લા એ.આર.ટી.ઓ.કચેરીમા નવા વાહન ખરીદી પછી ગોલ્ડન અને સિલ્વર નંબર ઓન લાઈન મેળવવામાં આવતા હતા બાકીના નંબરો આર.ટી.ઓ કચેરી એ ટુ વ્હીલ માટે રૂા.૧૦૦૦ ફી અને ફોર વ્હીલ માટે રૂા.૫૦૦૦ ફી ભરી મેન્યુઅલ આર ટી.ઓ. કચેરી ખાતેથી લેવામાં આવે છે,
તે નંબરો હવે પછી એફ સી એફ એસ મોડયુલ દ્રારા આોનલાઈન સીએનએ ફોર્મ ભરી ઓનલાઈન ફી ભરી વહેલો તે પહેલા ના ધોરણે ફાળવવામાં આવશે http://vahan.parivahan.gov.in/faney વેબ સાઈટ પર નંબરો જોવા મળશે તેમ ગીર સોમનાથ એ.આર.ટી.ઓ કારેલીયાએ એક યાદીમાં જણાવાયું છે.