આવકવેરા વિભાગે કરેલા ૧૧૦૦ સર્વેમાંથી ૪૦૦ મામલાઓને આગળની કાર્યવાહી માટે સીબીઆઈને સોંપાયા
રાજયસભામાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, નોટબંધી બાદ આવકવેરા વિભાગ ૧૧૦૦ થી વધુ કરેલા સંશોધન અને સર્વેમાં ‚ા.૫૪૦૦ કરોડનું કાળુનાણુ શોધી કાઢયું છે. આ દરમિયાનના ૪૦૦ મામલાઓને આગળની વધુ કાર્યવાહી માટે સીબીઆઈને સોંપાયા છે.
નાણામંત્રી અ‚ણ જેટલીએ વધુમાં જણાવતા કહ્યું કે નોટબંધી દરમિયાન જમા કરેલી જેની નોટોની સાથે તેમના ટેકસ પ્રોફાઈલ સાથે સુસંગત ન થતા ૧૮ લાખ લોકો આઈટીના સંકજામાં આવ્યા છે. સરકારે નોટબંધી બાદ કેટલીક ગડબડીઓ તરફ ધ્યાન દોર્યું હતું. જેમાં સોનું ખરીદવા જુની નોટોનો ઉપયોગ કરવાના પ્રયોગનો પણ સમાવેશ થાય છે. એજન્સીઓ દ્વારા પાડવામા આવેલી રેડ અને તપાસણી અંગે જાણકારી આપવા સરકારે કહ્યું કે, નવેમ્બર થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ની વચ્ચે જમા થયેલી રોકડના વિશ્ર્વલેષણ માટે આવકવેરા વિભાગે ૩૧ જાન્યુઆરીના રોજ ‘ઓપરેશન કલીન મની’ શ‚ કર્યું હતું.નાણા મંત્રાલયે અહેવાલમાં જણાવ્યું કે, નવેમ્બર ૨૦૧૬ થી ૧૦ જાન્યુઆરી, ૨૦૧૭ સુધીમાં આયકર વિભાગે જુદા-જુદા સ્થળો પર ૧૧૦૦ થી વધુ સર્વે કર્યા છે. આ દરમિયાન બેંક ખાતાઓમાં જમા થયેલી મોટી રાશીની તપાસ માટે ૫૧૦૦થી વધુ નોટિસો જાહેર કરી હતી.અહેવાલમાં જણાવ્યું કે સર્વે અને અન્ય કડક પગલાના પરિણામ સ્વ‚પ આવકવેરાવિભાગ અને અન્ય સરકારી એજન્સીઓએ ૬૧૦ કરોડથી વધુની રોકડ રકમ જેમાં ૫૦૦ કરોડની જુની અને ૧૧૦ કરોડની નવી નોટો અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે. આમાંથી ૪૦૦થી વધુ મામલાઓનો કાનુન અનુસાર આગળની વધુ કાર્યવાહી કરવા માટે સીબીઆઈને સોંપાયા છે.