આગામી વર્ષ 2022ના  ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનનો પ્રવાસ રદ કરે તો નવાઈ નહીં

દરેક ક્ષેત્રે પાકિસ્તાન ના પાક બની ગયું છે ત્યારે ક્રિકેટમાં પણ કોઈપણ આંતરરાષ્ટ્રીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવા માટે કયા થતી નથી ન્યુઝીલેન્ડ દ્વારા ટોચની 20 મિનિટ પહેલાં જ પાકિસ્તાન પ્રવાસ રદ કરવા નો નિર્ણય લીધો હતો જેને ધ્યાને લઇ ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે જે પાકિસ્તાન ક્રિકેટ માટે ખૂબ જ ગંભીર અને ચોંકાવનારું છે વર્ષ ૨૦૦૯માં થયેલા શ્રીલંકા ટીમ પરનો હુમલો હજુ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમો ભૂલી શકી નથી જેનો પડઘો આજદિન સુધી પડી રહ્યો છે પરિણામે કોઇ પણ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવા માટે તૈયાર થતું નથી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા રમીઝ રાજાએ પણ જણાવતા કયું હતું કે જે ક્રિકેટ ની ટીમ પાકિસ્તાન સાથે જે રીતે વર્તન કરી રહ્યું છે તે ખરા અર્થમાં યોગ્ય નથી અને હવે આ છાપ દૂર કરવા માટે પાકિસ્તાને જ એ પ્રકારનું સ્થાન પ્રસ્થાપિત કરવું પડશે જેથી દરેક ટીમ સામે ચાલી પાકિસ્તાનનો પ્રવાસ ખેડે. વાસ્તવિકતા તો એ પણ છે કે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડનો પ્રવાસ રદ થતાં પીસીબીને ખૂબ મોટી આર્થિક નુકસાનીનો કામનો કરવો પડ્યો છે જે આગામી સમય માં પણ યથાવત્ રહે તો નવાઈ નહીં.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન જે પોતાની છબી સુધારવી જોઈએ તે સુધારવામાં નાકામ રહ્યું છે જેના કારણે દરેક ટીમ પાકિસ્તાન સાથે મેચ રમવા માટે સહેજ પણ તૈયાર હતું નથી. ઇંગ્લેન્ડ મેન અને વુમન ટીમ બંને પાકિસ્તાન નો પ્રવાહ ખેડવાના હતા પરંતુ માનસિક દબાણ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટીમ મેનેજમેન્ટ દ્વારા પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.