જયપૂરમાં ગુજરાતી સમાજના પ્રબુધ્ધ નાગરિકો સાથે બેઠક: પત્રકાર પરિષદ પણ સંબોધી
લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને તોતીંગ લીડથી વિજેતા બનાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર પ્રચાર પ્રસારની પરાકાષ્ઠા સર્જી દીધા બાદ હવે તેઓ અન્ય રાજયોની ચૂંટણી પ્રચારની જવાબદારી વહન કરી રહ્યા છે. ગત સપ્તાહે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર અને રોડ શો. કર્યા બાદ આજે વિજયભાઈ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજેપોરે ૧૨.૩૦ કલાકે જયપૂર પહોચ્યા હતા અને તેઓએ બપોર જયપૂર ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. ત્યારબાદ તેઓ જયપૂર સ્થિત ગુજરાતી ભવન ખાતે ગુજરાતી સમાજના પ્રબુધ્ધ નાગરિકો સાથે એક બેઠક યોજી હતી. આગામી ૬ મેના રોજ પાંચમા તબકકાના મતદાનમાં રાજસ્થાનની લોકસભાની બેઠક માટે મતદાન યોજાવાનું છે. જેના ચૂંટણી પચારમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જોડાયા છે.