ટીમ બદલ્યા બાદ ‘એસિડ’ ટેસ્ટ પાસ કરતું ઇંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયાની નેગેટિવ બોલિંગ હારનું કારણ : બાકી બે ટેસ્ટ માટે કાંગારૂએ સ્ટ્રેટેજી ઘડવી પડશે
એસીઝ ટેસ્ટ હાલ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે. પ્રથમ બે ટેસ્ટ ખારીયા બાદ ઓસ્ટ્રેલિયા ની ટીમ ની આશા હતી કે તેઓ ત્રીજો ટેસ્ટ મેચ જીતી સિરીઝ પોતાના નામે અંકે કરી લેશે પરંતુ ઇંગ્લેન્ડની ટીમને ટીમમાં બદલાવ કર્યો હતો તે ટીમને ફળીભૂત થયું છે. એટલું જ નહીં ઇંગ્લેન્ડને ત્રીજો ટેસ્ટ મેચ જીતાડવા માટે માર્ક વુડ અને ક્રિસ વોક્સ કારગત નિવડિયા હતા. પ્રથમ બે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ નેગેટીવ બોલિંગ કરી મેચ પોતાના નામે અંગે કર્યો હતો
પરંતુ આ નેગેટિવ એપરોચ માત્ર એક કે બે મેચમાં જ પરિણામ અપાવી શકે નહીં કે બાકી સિરીઝ માટે. ત્યારે બાકી રહેતી 2 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ હકારાત્મક અભિગમ રાખવો પડશે અને તે મુજબની સ્ટ્રેટેજી બનાવી પડશે. હાલ ઇંગ્લેન્ડની ટીમ અત્યંત સંતુલિત જોવા મળી રહી છે અને ઇંગ્લેન્ડની ટીમ પાસે પાંચ બોલેરો પણ થઈ ગયા છે જે મેચનું પરિણામ ટીમ તરફ ગમે ત્યારે લાવી શકે છે. આ પહેલા પણ ઇંગ્લેન્ડ પ્રથમ બે ટેસ્ટ મેચ હારી બાકી રહેતી ત્રણ ટેસ્ટ મેચ જીતી સિરીઝ પોતાના નામે અંકે કરી છે.
ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ સિરીઝ રસપ્રદ સ્ટેજ પર પહોંચી છે. પહેલી બંને મેચ ઓસ્ટ્રેલિયાની જીત બાદ ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ ત્રણ વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે એશિઝ સિરીઝમાં કમબેક કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ સેકન્ડ ઇનિંગમાં જીત માટે 251 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઈંગ્લેન્ડે સાત વિકેટ ગુમાવી 254 રન કરી વિજય હાંસલ કર્યો હતો ત્યારે ક્રિસ વોક 32 રને અને માર્ક વૂડ 16 રને નોટ આઉટ રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામે તેને શરૂઆતની બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયાની નજર હેડિંગ્લેમાં ત્રીજી ટેસ્ટ જીતી લઇને સિરીઝને 3-0 થી પોતાના નામે કરવા પર હતી જો કે ઇંગ્લેન્ડે એવું થવા દીધું નહીં. બન્ને ટીમ વચ્ચે હવે ચોથી ટેસ્ટ 19 જુલાઇથી માન્ચેસ્ટરમાં રમાશે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 263 રન પર સમેટાઇ ગઇ હતી. ઇંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 237 રન કર્યા હતાં. તેથી કાંગારુને પહેલી ઈનિંગમાં 26 રનની લીડ મળી હતી. પ્રવાસી ટીમે બીજી ઇનિંગમાં 224 રન બનાવ્યા હતાં.