વર્ષના અંતમાં બંગાળની ખાડીમાં યોજાનાર માલાબાર ડ્રીલમાં અમેરિકા, જાપાન બાદ ઓસ્ટ્રેલિયાને ભારત આમંત્રિત કરશે
ચીનને તમામ મોરચે ભીડવવા માટે ભારત સસ્ત્રો સજાવી રહ્યું હોય તેમ ભૂમિ પછી સમુદ્રમાં પોતાનું આધિપત્ય સ્થાપિત રાખવા માટે ભારત દ્વારા આગોતરી તૈયારી કરી લીધી હોય તેમ વર્ષના અંતમાં બંગાળની ખાડીમાં યોજાનાર માલાબાર ડ્રીલમાં અમેરિકા અને જાપાન બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને આમંત્રિત કરવા માટેનો તખ્તો તૈયાર કરતા ચીનના પેટમાં તેલ રેડાયું હોય તેમ અત્યારથી જ કાંગારોળ મચાવી દીધી છે.
છેલ્લા ચાર દશકાથી ભારત અને ચીન વચ્ચેની આંતર રાષ્ટ્રીય સરહદી પર તનાવ ભરી સ્થિતી રહે છે ત્યારે ભારતે ચીનને તમામ ક્ષેત્રે નાથવા કવાયત શરૂ કરી છે.
ડ્રેગન ચીનને આર્થિક અને અન્ય દેશનો સાથેના સંબંધોમાં પરાસ્ત કરવા માટે ભારતે તખ્તો તૈયાર કર્યો છે. આ કવાયતના ભાગ રૂપે વર્ષના અંતમાં યોજાનાર ડ્રીલ થકી ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના નૌકાદલ સયુકંત રીતે ભાગ લેશ જેનાથી આ તમામ દેશો વચ્ચેના સંબંધો પણ મજબુત બનશે અને ચીન માટે એક અલગ મેસેજ મોકલી શકાશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
ચીનને ભરી પીવા માટે ભારતે ૫૯ ચીની એપ્લીકેશન પર પ્રતિબંધ લાદયો છે ત્યાર બાદ સમુદ્ર માધ્યમથી ચીન સામે પોતાનો કબ્જો જાળવી રાખવા માટે આવનારા સપ્તાહમાં ઓસ્ટ્રેલિયાને માલાબાર ડ્રીલમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવશે.
ચીની ડ્રેગન આ ચાર મોટી લોકશાહી દેશો સાથેના સંબંધોને જાળવી રાખવા માટે સફળ થયુ નથી ત્યારે ૨૦૦૪માં ઇન્ડોપેસિફિક યોજના હેઠળ સાથી દેશોને મદદ કરવા માટે સંગઠનની રચના કરવામાં આવી હતી. બીજી તરફ વૈશ્ર્વિક મહામારી કોરોનાથી વિશ્ર્વ આખુ ફફડી ઉઠયું છે ત્યારે સાથી દેશો જેવા કે વિયેતનામ, સાઉથ કોરીયા અને ન્યુઝિલેન્ડને મદદ કરવા ભારત સહિત અન્ય દેશો આગળ આવ્યા છે. જેમાં ભારતનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે.
માલાબાર ડ્રીલને લઇ ઓસ્ટ્રેલિયાના ડીફેન્સ વિભાગના સંપક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની સ્પષ્ટતા થઇ છે. કે હજી સુધી ભારત દેશ તરફથી લેખિત આમંત્રણ મળ્યું નથી પરંતુ આગામી સપ્તાહ સુધીમાં આમંત્રણ મળી જશે અને ઓસ્ટ્રેલિયા પણ આ માલાબાર ડ્રીલમાં ઉત્સાહ સાથે ભાગ લેશે. વર્ષ ૧૯૯૨માં સૌ પ્રથમ વખત અમેરિકા અને ભારત સયુંકત રીતે માલાબાર ડ્રીલ સાથે કરી હતી.
જે વર્ષ ૨૦૦૪માં પ્રતિ વર્ષ રાબેતા મુજબ યોજવામાં આવે છે. ૨૦૦૭માં પણ ભારતે ચાઇનાને આ ડ્રીલમાં ભાગ લેવા આમંત્રિત કર્યુ હતુ પરંતુ ચીની ડ્રેગને નકારો ભણતા તે વર્ષની ડ્રીલ ભારત, જાપાન અને સિંગાપુર વચ્ચે રહી હતી. ઓસ્ટ્રેલિયાને માલાબાર ડ્રીલમાં આમંત્રિત કરવાથી ભારતને લોજીસ્ટ્રીક સાથે બંદરના વિકાસ સાથે ઓસ્ટ્રેલિયાનો પુરતો સાથ મળી રહેશે જે અંગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્ટોટ મોરીસને આશાવાદ વ્યક્ત કર્યો હતો.