ફિલ્મ એક્ટિંગ, ડાયરએક્ટિંગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં બોલીવુડના મુવીને આપી ટક્કર
કોરોના બાદ સિનેમા હોલ ફરી શરૂ થયા છે અને તે સાથે જ હવે ઢોલિવુડ પણ સોનેરી પડદે ચમકી રહ્યા છે. કોવિડ દરમિયાન ફિલ્મોથી વંચિંત રહેલા દર્શકો માટે હવે ગુજરાતી ફિલ્મ “ધુઆંધાર” રિલીઝ થઈ છે. જો તમે સસ્પેન્સ અને કોમેડી મુવી જોવી પસંદ હોય તો આ ફિલ્મ જોવી પસંદ આવશે.
ધુઆંધાર ફિલ્મના રિવ્યુ માટે ખુદ “અબતક”ની ટીમ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રેહાન ચૌધરી દ્વારા દિર્ગદર્શક અને નિર્માતા જીગર ચૌહાણ અને એક મજબૂત કાસ્ટિંગ સાથે ધૂંઆધાર ફિલ્મે સોનેરી પડદે ધૂમ મચાવી છે. ફિલ્મના લીડ રોલમાં મલ્હાર ઠાકર, હિતેન કુમાર, નેત્રી ત્રિવેદી અને ડિમ્પલ બીસ્કુટવાલા પાત્ર ભજવી રહ્યા છે.
ધૂઆંધાર ફિલ્મની શરુયાત એકદમ કોમેડી રહે છે. ઈન્ટરવલ સુધી ફિલ્મ દર્શકોને ઝકડી રાખે છે. એક્ટિંગ અને ડાયરેક્ટરના કમાલ તથા પાંચ લાઇન્સ અને બેક ગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને બોલીવુડની ફિલ્મ સાથે સરખવામાં મજબૂર કરે છે. પરંતુ ઈન્ટરવલ બાદ 20 મિનિટ સુધી ફિલ્મને ખેંચવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે.
કોમેડીથી શરૂઆત થયા બાદ ફિલ્મ સસ્પેન્સ તરફ વળે છે. દર્શકોના વિચારથી પણ વધુ સસ્પેન્સ ક્રિએટ થયા બાદ કલાઈમેક્સમાં ધાર્યા પ્રમાણે સસ્પેન્સ રહેતુ નથી. પરંતુ કોવિડના મહાસંકટ બાદ સોનેરી પડદે ચમકતી ધૂંઆધાર મુવી દર્શકોને પોતાની મેકિંગ તરફ જરૂર આકર્ષિત કરે છે.