ગુજરાતી ફિલ્મોની સફળતાને કારણે હવે આપણા દેશના અન્ય રાજયો સાથે વિદેશોમાં પણ બોલાબાલા થવા લાગી છે. વર્ષો પહેલા કંકુ, ભવની ભવાઇ બાદ છેલ્લે હમણાં ‘હેલ્લારો’ એ ઘુમ મચાવી છે. છેલ્લા સાત આઠ વર્ષોમાં આવેલી ગુજજુ અર્બન મુવી પ્રત્યે યુવા વર્ગ આકર્ષાયો છે. આજનો યુવા પણ હવે ગુજરાતી ફિલ્મો જોતો થયો છે. હાલમાં ઘણી વેબ સિરીઝ પણ ગુજરાતીની બહુ સારી ચાલે છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મો બહુ જ ઓછી રજુ થતી હોય છે. ભૂતકાળમાં કંકુ- ભવની ભવાઇ બાદ હમણા છેલ્લે ‘હેલ્લારો’ મુવી રજુ થયેલ હતી. આનંદના સમાચાર છે આ વખતે 7મી જુલાઇએ આ ફેસ્ટિવલમાં આપણી ગુજરાતી મુવિ ‘ગાંધીની બકરી’ પ્રદર્શિત થવાની છે.
ખ્યાતનામ ફેસ્ટિવલમાં આપણી ફિલ્મ રજુ થવી એ દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. ફિલ્મના નિર્માતા- નિર્દેશક ઉત્પલ મોદીએ જણાવેલ કે આ ફેસ્ટિવલમાં હાજર રહેવું કે ફિલ્મ બતાવવું તે જ મારા માટે ગૌરવની વાત છે. મારી આ ફિલ્મ રાજકિય કટાક્ષ નાટક ‘બકરી’ પરથી મેં ફિલ્મ બનાવી છે.
‘ગાંધીની બકરી’ ફિલ્મમાં ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અનુભવી કલાકારો અર્ચન ત્રિવેદી, બિપીન બાપોદરા, મનીષ પાટડીયા, કિરપ જોશી, ડિમ્પલ ઉપાઘ્યાય જેવા અભિનય આપી રહ્યા છે. ફિલ્મના ગીતો ગુજરાતી સાહિત્યકાર સ્વ. ચીનુ મોદીના છે. ફિલ્મનું સંગીત જાણીતા નાટયકાર નિમેષ દેસાઇના ‘બકરી’ નાટકમાંથી લેવામાં આવેલું છે. હાલની ગુજરાતી ફિલ્મોની સફળતાએ યુવા વર્ગને આકર્ષયો છે. જેના પગલે દર વર્ષે એક બે સારી ગુજરાતી મુવિ આવી રહી છે. આપણા ગુજરાતીઓ માટે આપણી પોતાની ગુજરાતી ફિલ્મો મનોરંજન સાથે વિવિધ સંદેશ પણ આપી રહી છે. ‘ગાંધીની બકરી’ ફિલ્મને તથા તેની સમગ્ર ટીમ અભિનંદન ને હકકદાર છે કારણ કે આપણી ફિલ્મ દરિયા પાર યોજાતા ફિલ્મ ફેસ્ટીવલમાંરજુ થવાની છે સર્વેશ્ર્વર દયાલ સકસેનાના પ્રસિઘ્ધ નાટક ‘બકરી’ પર આધારી છે.