લોકમેળાએ ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખી છે: ભૂપેન્દ્રભાઈ પટેલ
રવિવાર સુધી સૌરાષ્ટ્રવાસીઓ માણી શકશે રાજકોટનો લોક મેળો

અબતક,રાજકોટ

કોરોનાનો  કપરોકાળ હટતા ની સાથે જ  ફરી તહેવારોની રંગત જામી છે રાજકોટમાં ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આઝાદીના અમૃત લોકમેળાને ખૂલ્લો મૂકયો હતો ત્યારબાદ  તેઓ પોતે પણ મેળામાં   મહાલ્યા હતા અને ફજર ફાળકાની મોજ માણી હતી રવિવાર સુધી રાજકોટ સહિત  સૌરાષ્ટ્રની જનતા લોકમેળાની મોજ માણી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં આઝાદીના અમૃત લોકમેળાને બુધવારે સાંજે લોકો માટે ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અમૃત યોજનાઓ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મેળાનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ મહિનામાં રાજકોટ પ્રભુ શ્રીરામ અને શ્રી કૃષ્ણના રંગે રંગાયું છે. આપણે રામવન નામે અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું. અહીં કૃષ્ણમય બનેલા લોકમેળાનો આપણે  પ્રારંભ કર્યો છે. સનાતન હિન્દુ સંસ્કૃતિના બે મહાન પ્રતીક ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના નામ સાથે જોડાયેલી ઘટનાઓ રાજકોટમાં આકાર લઈ રહી છે. ભારતમાં નહીં વિદેશમાં પણ લોકો રામ અને કૃષ્ણને માને છે, લોકમેળા ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર છે. લોકમેળાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે. આપણા લોકમેળાઓ સામાજિક સમરસતા, એકતા, બંધુતાના પણ પ્રતીક છે. રંગીલા રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રના મોજીલા લોકો માટે આ લોકમેળો આનંદનું સ્થાન બની રહેવાનો છે. તેમણે કહ્યું હતું કે, લોકમેળાનો આનંદ માણીએ સાથે સ્વચ્છતા, જાહેર સંપત્તિના જતન સહિતની નાગરિક તરીકેની ફરજો પણ નિભાવીએ.

02c 1

આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રીશ્રી તથા જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, કોરોના પછી પહેલીવાર આ લોકમેળો યોજાઈ રહ્યો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને વેક્સિન આપી અને આપણે સૌએ વેક્સિન લઈને કોરોનાને હરાવ્યો છે, આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ  વજુભાઈ વાળાએ  સંબોધન કર્યું હતું કે, રાજકોટની અને સૌરાષ્ટ્રની પ્રજા સંસ્કારી છે. આ લોકમેળામાં લાખો લોકો ઉમટે છે, પણ એક પણ અનિચ્છનિય ઘટના બનતી નથી. જ્યારે પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, લોકમેળા એ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. માણસો અહીં આવે છે અને પોતાનું દુ:ખ, શ્રમ, થાક ઉતારીને જાય છે.

રાજકોટના આઝાદીના અમૃત લોકમેળાના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, મંત્રી રાઘવજીભાઈ પટેલ,  બ્રજેશભાઈ મેરજા, અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા,   રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ,  લાખાભાઈ સાગઠિયા સહિતના મહાનુભાવો મેળામાં જનમેદની વચ્ચે મહાલ્યા હતા. એટલું જ નહીં, આ તમામ મહાનુભાવોએ વિશાળ ફજર ફાળકામાં બેસીને, ભગવાન   કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે આયોજિત આ લોકમેળાનો ભરપૂર આનંદ માણવા લોકોને સંદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખનો ચેક અર્પણ કરતા કલેક્ટર

05c

રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા અગાઉના મેળામાંથી થયેલી આવકમાંથી રૂપિયા રૂ. 51,11,111 લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આ રકમનો ચેક અર્પણ કર્યો હતો.

પોલીસ સ્ટોલમાં મુખ્યમંત્રીએ ગન ચેક કરી, પ્રતિભાવ લખ્યો

04c

રાજકોટ શહેર પોલીસતંત્ર દ્વારા લોકમેળામાંએક પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યો છે. જેમાં શસ્ત્ર પ્રદર્શન, ટ્રાફિક જાગૃતિ, સાયબર ક્રાઈમ તેમજ મહિલા પોલીસની શી ટીમની કામગીરીનું નિદર્શન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ આ સ્ટોલ નિહાળ્યો હતો. એટલું જ નહીં, મુખ્યમંત્રી એ ગન હાથમાં લઈને ચેક કરી હતી. આ સ્ટોલમાં દર્શાવાયેલી 1860ની બ્રિટિશ કાળની એક ગનનો પરિચય શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે મુખ્યમંત્રી ને આપ્યો હતો. મુખ્યમંત્રી એ આ સ્ટોલ વિશે પોતાનો પ્રતિભાવ પણ લખ્યો હતો.

લોકમેળામાં આવતા જ દુ:ખ અને થાક દુર થાય છે: વિજયભાઇ રૂપાણી

vlcsnap 2022 08 18 09h50m58s671

રાજકોટમાં આઝાદીના અમૃત લોકમેળાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ ઉપસ્થિત રહેલા પૂર્વ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે લોકમેળોએ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. સૌરાષ્ટ્રની જનતા સંસ્કારી છે. લાખો લોકો મેળામાં ઉમટે છે. છતા કોઇ અનિચ્છનીય બનાવ બનતો નથી. લોકમેળામાં આવતાની સાથે જ દરેક વ્યક્તિનો શ્રમ, થાક અને દુ:ખ દૂર થાય છે. વિજયભાઇ રૂપાણીએ મેળામાં કુલ્ફીનો સ્વાદ માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.