Abtak Media Google News
  • “મલાઇ” ભાવ વધારી સરકારી ચોકલેટ

સરકારી ક્વોટામાં પહેલા રૂ.3.30 લાખ ફી હતી જે વધારી રૂ.5.50 લાખ કરી અને હવે તેને ઘટાડી રૂ.3.75 લાખ કરાય: જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં પહેલા રૂ.9 લાખ ફી હતી જેને વધારી રૂ.17 લાખ કરાય હતી અને ઘટાડી રૂ.12 લાખ કરવામાં આવી

ભારે વિરોધ ફાટી નીકળ્યા બાદ અંતે રાજ્ય સરકાર જોકે છે સરકારી મેડિકલ કોલેજોની સીમા કરવામાં આવેલ વધારો પાછો ખેંચવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં  ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

આ અંગે વધુ વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે , રાજ્યની 13  જીએમઈઆરએસ કોલેજની 2100 બેઠકોમાં તાજેતરમાં નક્કી કરાયેલ ફી માં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કર્યો છે.

તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટામાં માં પ્રવર્તમાન રૂ.5.50 લાખ ફી માંથી ઘટાડીને રુ.3.75  લાખ એટલે કે અંદાજીત 80%  અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ.17 લાખ ફી માંથી ઘટાડો કરીને રૂ. 12 લાખ એટલે કે અંદાજીત 62.5 %નો ઘટાડો વિદ્યાર્થીઓના હિતમા કરવામાં આવ્યો હોવાનું મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

પ્રવર્તમાન ફી નું માળખું મેડિકલ શૈક્ષણિક વર્ષ 2024-25 થી જ લાગુ પડશે.

જીએમઈઆરએસ કોલેજમાં ઝીંકવામાં આવેલા ફી વધારાના કારણે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો. વિપક્ષ કોંગ્રેસે આ મુદ્દે રાજયભરમાં આવેદન પત્ર આપ્યા હતા. જેના પગલે સરકારે ઝુંકવા મજબૂર થવું પડ્યું છે અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચાયો છે.

નિટ અન્ડરગ્રેજ્યુએટના પેપરને ચોરી કરી વેચનાર બે શખ્સો ઝડપાયા

નિટ કેસમાં સીબીઆઈએ બે મોટી ધરપકડ કરી છે.  સીબીઆઈએ બિહારની રાજધાની પટનામાંથી પંકજ કુમાર ઉર્ફે આદિત્યની ધરપકડ કરી હતી અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુ સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.  પ્રાપ્ત માહિતી અનુસાર, પંકજે હજારીબાગમાં બોક્સમાંથી પ્રશ્ન પત્ર ચોરી કરી આગળ વહેંચી દીધુ હતું.  તે જ સમયે, રાજુ સિંહે પ્રશ્ન પત્રમાં વધુ વિતરણમાં મદદ કરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંકજ સિવિલ એન્જિનિયર છે અને તે ઝારખંડના બોકારોનો રહેવાસી છે.  તેણે જ હજારીબાગમાંથી ટ્રંકમાંથી પેપરની ચોરી કરીને આગળ વિતરણ કર્યું હતું, જ્યારે રાજુ સિંહ નામના વ્યક્તિએ પેપરનું વિતરણ કરવામાં મદદ કરી હતી.  પેપર ચોરીમાં પંકજ મુખ્ય સૂત્રધાર છે.

સીબીઆઈએ એક ટ્રંકનો વીડિયો પણ શેર કર્યો છે.  કહેવામાં આવ્યું કે આ એ જ ટ્રંક છે જેમાં હજારીબાગમાં નિટના પેપર આવ્યા હતા.  પંકજ ઉર્ફે આદિત્ય આ થડમાંથી કાગળો ચોરીને આગળ મોકલતો હતો.  સીબીઆઈના જણાવ્યા અનુસાર, હજારીબાગમાં ટ્રંકમાંથી પેપરની ચોરી કરીને તેને આગળ વહેંચવા પાછળનો માસ્ટરમાઇન્ડ પંકજ ઉર્ફે આદિત્ય છે, તેની પટનાથી ધરપકડ કરવામાં આવી હતી અને તેના સહયોગી રાજુએ પેપરનું વિતરણ કર્યું હતું.

સરકારી હોસ્પિટલના તબીબો અને મેડિકલ સ્ટાફના વેતનમાં વધારો ઇન્સેન્ટીવમાં કરાયો 10 ગણો વધારો કરાયો: પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલની જાહેરાત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે  માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના  અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને અપાતી સારવારનું ધોરણ વધારવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી હોસ્પિટલોને મળતીની આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટીવમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલ મળતા ઇન્સેન્ટીવમાં આશરે 10 થી 15 ગણો વધારો થશે.

મંત્રી  ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, અગાઉ પીએમજેએવાયના કુલ લાભાર્થીઓમાં ફક્ત  એસઈસીસી (બીપીએલ યાદી વાળા) લાભાર્થી પેટે થતી આવક જ ઇન્સેન્ટીવ માટે વિતરણને પાત્ર હતી. જેમાં ફેરફાર કરી હવે ઇન્સેન્ટીવ આપવા માટે

પીએમજેએવાયની સંપૂર્ણ આવકને ધ્યાને લેવામાં આવશે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ આવકના 25 % શેયર થશે. આણંદ, મહેસાણા, જામનગર, નવસારી જેવા મુખ્ય શહેરોના નજીક આવેલ જિલ્લાની હોસ્પિટલોમાં શેયર 35 % રહેશે, જ્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ, અંતરિયાળ વિસ્તારવાળા જિલ્લાઓમાં શેયર 40 % થશે.તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં પીએમજેએવાય

અંતર્ગત અત્યારે થતા કુલ ક્લેઈમના 18 ટકા ક્લેઈમ સરકારી હોસ્પિટલમાં થાય છે. આ ક્લેઈમની સંખ્યાને વધારીને એક વર્ષમાં 25 ટકા અને બે વર્ષમાં 30 ટકા ઉપર લઇ જવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.