હ્રીમ ગુરુજી
આ વર્ષે ગ્રહ ગોચરને કારણે હોળી બાદ રાજયોગ સર્જાશે. આ રાજ યોગ છે ગજલક્ષ્મી રાજયોગ. જેની અસર તમામ 12 રાશિ પર પડશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગજલક્ષ્મી રાજયોગથી ઘણી રાશિઓ પરશુભ પ્રભાવ જોવા મળશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી રહેશે. કારણ કે, પૈસાનો લાભ થશે. પૈસા અન્ય માધ્યમથી પ્રાપ્ત થશે.
ક્યારે રચાય છે ગજલક્ષ્મી યોગ ?
22 એપ્રીલ, 2023ના રોજ દેવગુરુ ગુરુ મેષ રાશિમાં ગોચર કરશે. ગુરુ છેલ્લા 13 મહિનાથી પોતાની રાશિ મીન રાશિમાં બેઠો હતો. જ્યારે ગુરુમેષ રાશિમાં ગોચર કરે છે, ત્યારે ચંદ્ર પહેલેથી જ ત્યાં હાજર હશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે મેષ રાશિમાં ગુરુ અને ચંદ્ર એક જ રાશિમાંહોય છે, ત્યારે ગજલક્ષ્મી રાજયોગ બને છે. આ રાજયોગ શુભ માનવામાં આવે છે.
મેષ રાશિપર ગજલક્ષ્મી રાજયોગની અસર
હોળી બાદ મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. આ રાજયોગ તમારી રાશિના લગ્ન ગૃહમાં બનવા જઈ રહ્યોછે. તેનાથી તમને આર્થિક મોરચે મજબૂતી મળશે. નાણાકીય લાભ માટે ઉત્તમ તકો મળશે.
પ્રમોશન અને આવકમાં વધારો થશે. નોકરી કરતા લોકોના પ્રમોશન અને આવકમાં વધારો થશે. આ સમય દરમિયાન સમાજમાં તમારુ માન-સન્માન વધશે અને ભાગ્ય તમારોસાથ આપશે.
વૃષભ રાશિ પર ગજકેસરી યોગની અસર :
આપને વરસાણી મિલ્કત નાણાં અવસ્ય આ સમય પછી મળવાની પુરી શક્યતાઓ છે જે આપ ના માટે લાભ કા રી રહે સે.
મિથુન પર ગજલક્ષ્મી રાજયોગની અસર
ગુરુ-ચંદ્ર દ્વારા રચાયેલો ગજલક્ષ્મી રાજયોગ પણ મિથુન રાશિના લોકો માટે શુભ સમયનો સંકેત છે. ભાગ્યના સાથને કારણે આ સમયગાળાદરમિયાન ઘણા અટકેલા કામો પૂરા થશે. અટકેલા કામો હવે આસાનીથી પૂર્ણ થશે. આ સાથે વેપારી વર્ગને ધંધામાં નફો થશે અને અનેક લાભની શક્યતાઓ ઊભી થશે. છેલ્લા કેટલાય દિવસો કે મહિનાઓથી અટકેલા કામોહવે આસાનીથી પૂર્ણ થશે.
કર્ક રાશિને લાભ :
આકસ્મિક ધન લાભ થાય. ના ધારેલા પૈસા પાછા આવશે. મિત્રો સાથે ના પૈસા ના સંબન્ધો માં સુધારા થાય લાભ થાય
સિંહ રાશિ ને લાભ:
કોર્ટ માંથી જે પૈસા ફસાયા હોય તે પાછા મળે. ખુબ ધન લાભ થાય
કન્યા રાશિમાં બનેલો ગજલક્ષ્મી રાજયોગ
કન્યા રાશિના લોકો માટે શુભ અને સોનેરી તકો લઈને આવી રહ્યો છે. પૈસાના સારા સ્ત્રોત દેખાશે.કરિયરમાં પ્રગતિની સંભાવના છે.ઘણી સારી નોકરીની ઓફર મળી શકે છે
તુલા રાશિ પર ગાજકેસરી યોગની અસર
આ સમય દરમિયાન જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેઓને એક સાથે ઘણી સારી નોકરીની ઓફર મળી શકે છે. વ્યવસાયમાંતમે બનાવેલી યોજના હવે જમીન પર દેખાવા લાગશે.સારુ પરિણામ મળશે
વૃશ્ચિક રાશિને લાભ:
આ સમયે આપને નોકરીમાં પ્રમોસન ધંધામાં બારગામની પાર્ટી સાથે ખુબજ મોટો લાભ થાય.
ધન રાશિને લાભ:
આ સમય દરમિયાન દેવ નું દેવું ચૂકવાઈ જય જુના પૈસા પાછા મળે. નવી જમીન મકાન લેવાય એવા યોગ બને છે જેના થી આપ ને ખુબ લાભ થાય
મકર રાશિ ને લાભ:
જુના વ્યક્તિ પાસેથી ગયેલા પૈસા પાછા મળે જુના મકાન માંથી ચરૂ મળવાના યોગ છે. જમીન માંથી સંપત્તિ મળે. કોઈ પણ જમીનના કામમાંથી ખુબ સારા નાણાં મળી શકે એમ છે.
કુંભ રાશિ:
આ રાશિના જાતકોને ખુબ જ પૈસાની બચત થાય. વરસની સંપત્તિ મળે કોર્ટમાં ફસયેલા કેશ સોલ્વ થાય. શાંતિથી પૂર્ણ પરિણામ મળે .
મીન રાશિને ગાજકેસરી યોગથી લાભ :
નવી તક મળે નોકરીમાં પ્રમોસનમાં ધારેલી સફળતા મળે. અકલ્પનિય પૈસા મળવા પાત્ર બને . જુના પૈસા પાછા આવે. અને આપને આ ગજકેસરી યોગ પૈસા આપીને જાય જે આપના માટે ખુબજ લાભ કારી હોય.