વિધાનસભા ચૂંટણી પેહલા કોંગ્રેસમાં ખુબજ મોટો ભૂકંપ સર્જાયો છે . કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગઈકાલે રાજીનામુ આપ્યું હતું. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. અને હાર્દિક કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ સર્જાણા છે. ત્યારે કાલે મચેલી ઉથલ પાથલ ને લઈને આજ રોજ હાર્દિક પટેલે પોતાના દિલની વાત રજુ કરવા માટે પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કર્યું હતું. એણે કોંગ્રેસ પાર્ટી પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો .
ત્યારે હાર્દિક પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસે પોતાની જાત પર ચિંતન કરવાની જરૂર છે. અને મને કોંગ્રેસ છોડ્યા બાદ અસંખ્ય લોકોના ફોન આવ્યા છે. અને પાર્ટી છોડવા માટે અભિનંદન પાઠવ્યા છે. અને વધુમાં જણાવ્યું હતું કે માત્ર 7 8 લોકો છેલ્લા 33 વર્ષ થી કોંગ્રેસ ચલાવે છે.કોંગ્રેસ માત્ર ગુજરાત ને અન્યાય કરવાનું કામ કરે છે.મારા રાજીનામાં બાદ કોંગ્રેસ નેતાઓ રાજકોટ આવ્યા હતા. 8.58 વાગ્યે નરેશ પટેલના ઘરે એન્ટ્રી કરી 10 વાગ્યે ઘર બહાર આવી ગયા ,માત્ર 1 કલાકમાં શુ ચર્ચા કરી ? તેવા પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
ગુજરાતની અંદર કામ કરવું હોય તો કાર્યકરોને મહત્વ આપવું પડે છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનેમેં અનેક મેસેજ કર્યા , કોઈ યોગ્ય જવાબ ન મળ્યા તેવું પણ હાર્દિક પટેલ જણાવ્યું છે. ગુજરાતમાં મેં કોંગ્રેસને ઘણું આપ્યું પણ કાંઈ પણ લીધું નથી દુઃખ સાથે કહેવું પડે છે કે યુથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ વાપરવા પડે છે અને ઉઘરાવવા પણ પડે છે . કોંગ્રેસમાં જેટલા પ્રમુખો રહ્યા તેના ચિઠ્ઠા જોવાની જરૂર છે.ગુજરાત કોંગ્રેસ પર કોઈ ધ્યાન જ આપતું નથી . અમારા બાપ દાદા કોઈ મંત્રી નોહતા અમારી મહેનતે અહીં આવ્યા છીએ.ભાજપમાં જોડાવાના તર્ક વિતર્ક પર હાર્દિકે જણાવ્યું કે મારો ભાજપમાં જવાનો કોઈ નિર્ણય નથી રાજીનામું આપ્યું એટલે ખોટી વાતો નેતાઓ કરી રહ્યા છે
ગુજરાતની અંદર કોંગ્રેસના ધારાસભ્ય પાર્ટી છોડે ત્યારે કહેવાય છે કે વહેંચાય ગયો , પરંતુ કોઈ એમ નથી પૂછતું કે તમને પાર્ટીમાં શુ તકલીફ પડી ? વર્ષ 2017 માં કોંગ્રેસ માટે વોટ માગ્યા તેના માટે માફી માગું છું હું કોંગ્રેસ માં જોડાયો ત્યારે મને પાટીદાર નેતાઓએ ચેતવ્યો હતો , તે લોકોની હું માફી માગું છું .કોંગ્રેસ પાર્ટીના નામે માત્ર પૈસા બનાવવામાં આવે છે અને લોકોને ભરમાવવામાં આવે છે .લોકોને માત્ર ને માત્ર દુઃખી કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે કાર્યકર્તાઓનો દુરુપયોગ કોંગ્રેસ કરી રહી છે